આમ તો ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. પણ મહાશિવરાત્રિનો દિવસ કંઈક ખાસ હોય છે. 4 માર્ચ સોમવારના રોજ મહાશિવરાત્રિનુ પર્વ છે. ભગવાન શિવનો અભિષેક કરવાથી તેમની કૃપા હંમેશા બની રહે છે અને મનોકામના પુર્ણ થાય છે. ધર્મસિન્ધૂના બીજા પરિચ્છેદના મુજબ જો કોઈ ખાસ ફળની ઈચ્છા હોય તો ભગવાનના વિશેષ શિવલિંગની પૂજા કરવી જોઈએ.