Hanuman chalisa - જો આ રીતે વાંચશો હનુમાન ચાલીસા તો નહી મળે લાભ

શુક્રવાર, 11 એપ્રિલ 2025 (16:23 IST)
હનુમાનજીના અનેક રૂપ છે. જેવા કે પંચમુખી હનુમાન, એકાદશી હનુમાન, વીર હનુમાન, ભક્ત હનુમાન, દાસ હનુમાન, સૂર્યમુખી હનુમાન, દક્ષિણમુખી હનુમાન, ઉત્તર મુખી હનુમાન, ઉડતે હુએ હનુમાન, પર્વત ઉંચકેલા હનુમાન, ધ્યાન કરતા હનુમાન, સંકટ મોચન હનુમાન વગેરે. આમાથી તમારે પંચમુખી હનુમાન, વીર હનુમાન, ભક્ત હનુમાન કે સંકટ મોચન હનુમાનની પૂજા કરવી જોઈએ અને તેમની જ સામે બેસીને હનુમાન ચાલીસા વાંચવી જોઈએ. એટલે કે તમારા ઘરમાં આ 4 માંથી કોઈ એક ની મૂર્તિ કે ચિત્ર હોવુ જોઈએ.  
 
1. ભક્ત બનો - અનેક લોકો હનુમાન ચાલીસાનો પાઠ ત્યારે કરે છે જ્યારે તેમના પર કોઈ સંકટ આવે છે. કહે છે કે દુખમાં સુમિરન સબ કરે સુખ મે કરે ન કોય. જો સુખ મે સુમિરન કરે તો દુખ કાહે કો હોઉ. બીજુ એ કે હનુમાનજી પર વિશ્વાસ કરવો જરૂરી છે. અને દેવતા ચિત્ત ના ઘરઈ, હનુમત સેઈ સર્વ સુખ કરઈ.  અનેક લોકો ધીરજ નથી રાખતા અને બીજા દેવતાનો પાઠ કરવા લાગે છે. જો આ રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરશો તો તેનો લાભ નહી મળે.  
 
2. અન્ય તરફ ધ્યાન - અનેક લોકો જ્યારે હનુમાન ચાલીસા વાંચે છે ત્યારે તેમનુ ધ્યાન આમ તેમ દોડતુ હોય છે. મતલબ મન ક્યાક બીજે છે અને વાંચી રહ્યા છે તો બસ મશીન મુજબ. જેવુ કે રોજનુ કામ છે અને તેને પતાવવાનુ છે બસ. હનુમાન ચાલીસા વાંચતી વખતે મનમાં હનુમાનજી નુ ધ્યાન નથી કર્યુ તો પછી શુ લાભ મળશે ?
 
3. મધ્યમ સ્વર - અનેક લોકો હનુમાન ચાલીસાનો પાઠ ઊંચા સ્વરમાં અશુદ્ધ ઉચ્ચારણ સાથે કરે છે કે એકદમ નીચા સ્વરમા તેનો પાઠ કરે છે. આ ભૂલો બધા કરે છે. 
 
4.  ખુદના નામનુ ઉચ્ચારણ - એવી પણ માન્યતા છે કે જ્યા પર લખ્યુ છે કે તુલસીદાસ સદા હરિ ચેરા કીજૈ નાથ હ્રદય મંહ ડેરા . અહી તુલસીદાસના સ્થાને તમારે તમારા નામનુ ઉચ્ચારણ કરવુ જોઈએ. અનેક લોકો આ ભૂલ કરે છે એટલે તેમને લાભ પ્રાપ્ત થતો નથી.  
 
5. ચાલીસા દિવસ સુધી પાઠ - 100 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. 100 વાર ન કરી શકો તો 11 વાર કરો. નહી તો 9 વાર કરો. 9 વાર ન કરી શકો તો 7 વાર કરો. 7 વાર ન કરી શકો તો 5 વાર કરો અને 5 વાર ન કરી શકો તો 3 વાર પણ કરી શકો છો અને 3 વાર પણ ન કરી શકો તો 1 વાર રોજ કરો ચાલીસાનો પાઠ અને ઓછામાં ઓછા 40 દિવસ સુધી કર્યા પછી તેમને લંગોટ જરૂર ભેટ કરો. 
 
 6. આહ્વાન - હનુમાન ચાલીસાનો પાઠ કરતા પહેલા અનેક લોકો તેમના અને શ્રીરામજીનુ આહવાન કરીને પાઠ નથી કરતા. અનેક લોકો પાઠ તો કરે છે પણ તેના દોહા નથી વાંચતા જે હનુમાન ચાલીસાનુ જ અંગ છે. હનુમાન ચાલીસાનો પાઠ કરવાના પહેલા તેમના ચિત્ર કે મૂર્તિને પવિત્ર જળથી પવિત્ર કરીને તેમને તુલસીની માળા કે જનેઉ પહેરાવીને ભક્તિભાવથી તેમના પસંદગીનો ભોગ અર્પણ કરીને અનેક લોકો હનુમાન ચાલીસાનો પાઠ નથી કરતા.  હનુમાન ચાલીસાના પાઠ દરમિયાન બ્રહ્મચર્ય, પવિત્રતા, શુદ્ધતા, સાફ સફાઈનુ ધ્યાન અનેક લોકો રાખતા નથી. મહિલાઓ જો હનુમાન ચાલીસાનો પાઠ કરી રહી છે તો તેમને આ વાતનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ કે તેઓ તેને ટચ ન કરે.  અનેક લોકો આ ભૂલ કરે છે.  
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર