Hanuman Janmotsav: હનુમાન જન્મોત્સવ પર રાશિ મુજબ 108 વાર કરો આ મંત્રનો જાપ, મનોકામના થશે પૂરી
શુક્રવાર, 11 એપ્રિલ 2025 (11:28 IST)
Hanuman Janmotsav: હનુમાન જન્મોત્સવ ચૈત્ર પૂર્ણિમા એટલે કે 12 એપ્રિલના દિવસે દેશ ભરમાં ધૂમધામથી ઉજવવામાં આવશે. આ દિવસે હનુમાનજીની પૂજા સાથે અનેક પ્રકારના ઉપાય પણ લોકો કરે છે. બીજી બાજુ રાશિ મુજબ જો ભક્તો આ દિવસે હનુમાનજીના મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરે તો બજરંગબલીની કૃપા તેમને પ્રાપ્ત થાય છે આવુ કરવાથી હનુમાનજી પોતાના ભક્તોને ધન-ધાન્ય અને સુખ-સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે. બધી 12 રાશિઓએ આ દિવસે કયા મંત્રનો જાપ કરવો જોઈએ આવો જાણીએ
મેષ રાશિ (Aries): મેષ રાશિના લોકોએ હનુમાન જન્મોત્સવ પર 'ઓમ હં હનુમતે નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ. આ તમારી હિંમત, બહાદુરી અને ઉર્જામાં વધારો કરે છે.
વૃષભ (Taurus): વૃષભ રાશિના લોકો માટે હનુમાનજીનો મંત્ર 'ૐ અંજનીસુતાય નમઃ' ખૂબ જ શુભ સાબિત થશે. આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં પ્રગતિ અને સ્થિરતા મળશે.
મિથુન(Gemini): મિથુન રાશિના લોકોએ 'ૐ ધર્મનુજય નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી તમે દરેક કાર્યમાં સફળતા મેળવી શકો છો અને ધન અને સમૃદ્ધિ મેળવી શકો છો.
કર્ક (Cancer): 'ૐ બજરંગાય નમઃ' આ મંત્ર કર્ક રાશિના લોકો માટે ખૂબ જ શુભ છે. આ મંત્રનો જાપ કરવાથી તમને ચિંતાઓથી મુક્તિ મળશે અને નાણાકીય લાભ થશે.
સિંહ (Leo): સિંહ રાશિના જાતકોએ ૐ મહાબલાય નમ: મંત્રનો જાપ કરવો જોઈએ. તેના તમારો આત્મવિશ્વસ વધે છે અને માનસિક શાંતિનો અનુભવ થાય છે.
કન્યા(Virgo): 'ૐ હરયે નમ:' આ મંત્રનો જાપ કન્યા રાશિના જાતકોને જીવનમાં ઉન્નતિના માર્ગે લઈ જશે. તેનો જાપ કરવાથી તમારા સ્વાસ્થ્યમાં પણ સુધાર થાય છે.
તુલા (Libra): તુલા રાશિના લોકોએ ૐ મારુતાત્મજાય મંત્ર નો જાપ હનુમાન જન્મોત્સવ પર કરવો જોઈએ. તેનાથી તમને પારિવારિક જીવન અને કરિયરના ક્ષેત્રમાં ઉન્નતિ મળે છે.
વૃશ્ચિક (Scorpio): તમારે હનુમાન જન્મોત્સવપ્ર ૐ સંકટમોચનાય નમ: મંત્રનો જાપ ઓછામાં ઓછો 108 વાર કરવો જોઈએ. તેનાથી જીવનના બધા સંકટોથી મુક્તિ મળી શકે છે.
ધનુ (Sagittarius): હનુમાન જન્મોત્સવના દિવસે તમારે 'ૐ શ્રીરામદૂતાય નમ: મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્ર તમને આધ્યાત્મિક શક્તિ પ્રદાન કરે છે.
મકર (Capricorn): 'ૐ વીર હનુમતે નમ: આ મંત્રનો જાપ કરવાથી મકર રાશિના લોકોના કામ બને છે. સાથે જ ધન અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ પણ થાય છે.
કુંભ (Aquarius): કુંભ રાશિના લોકોએ 'ૐ ચિરંજીવીનાય નમ:' મંત્રનો જાપ હનુમાન જન્મોત્સવ ના દિવસે કરવો જોઈએ. આ મંત્ર તમને માનસિક શક્તિ અને આરોગ્ય પ્રદાન કરે છે.
મીન (Pisces): તમારે હનુમાન જન્મોત્સવના દિવસે 'ૐ દ્રોણાચલઘરાય નમ:' મંત્રનો જાપ કરવો જોઈએ. તેનાથી તમને શાંતિ પ્રાપ્ત થાય છે અને ધન ધાન્ય પણ પ્રાપ્ત થાય છે.