Hanuman jayanti કેવી રીતે ઉજવશો, જાણો નિયમ અને પૂજા વિધિ

ગુરુવાર, 10 એપ્રિલ 2025 (13:42 IST)
આવો જાણીએ કે આપણે ચૈત્ર શુક્લ પૂર્ણિમાના દિવસે હનુમાનજીનો જન્મોત્સ કેવી રીતે મનાવશો ? કેવી રીતે કરો પૂજન, જાણો નિયમ વિશે.. 
 
હનુમાનજીની પૂજાના નિયમ 
 
- હનુમાન પૂજામાં શુદ્ધતા અને પવિત્રતાનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ. પૂજા સ્થળની સાફ સફાઈ સારી રીતે કરી લો. 
- હનુમાન પૂજા એક પવિત્ર સ્થાન પર બેસીને જ કરવી જોઈએ. ખાસ કરીને તમારા ઘરના પૂજા સ્થળ પર, મંદિરમાં, તીર્થ ક્ષેત્રમાં કે પહેલાથી નક્કી કરેલી સ્વચ્છ પવિત્ર સ્થાન પર
- હનુમાન પૂજાનુ વિશેષ મુહૂર્તમાં જ કરો કે સવાર અને સાંજે જ કરો 
-  હનુમાન પૂજા-પાઠ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતા ફુલ લાલ રંગના રાખો 
- હનુમાન પૂજા પહેલા દિવો પ્રજવલ્લિત જરૂર કરવો જોઈએ. દિવામાં જે બત્તી લગાવવામાં આવી રહી છે તે પણ લાલ દોરાની હોવી જોઈએ. કોઈપણ સ્થળે પૂજા કરતા પહેલા દિવો જરૂર પ્રગટાવો 
 
- હનુમાનજીની પૂજા પછી આરતી કરો અને પછી તેમને ગોળ અને ચણાનો પ્રસાદ જરૂર અર્પિત કરો.  આ ઉપરાંત ચાહો તો કેસરિયા બૂંદીના લાડુ, બેસનના લાડુ, ચૂરમા, માલપુઆ કે મલાઈ મિશ્રીનો ભોગ લગાવો.  
- હનુમાનજીની પૂજા દરમિયાન ફક્ત એક જ વસ્ત્ર પહેરીને પૂજા કરો  
- હનુમાન મૂર્તિ કે ચિત્રને લાકડીના પાટલા પર લાલ કપડુ પાથરીને સ્થાપિત કરો અને પોતે કુશના આસન પર બેસીને જ પૂજા કરો.  
 
હનુમાન પૂજા વિધિ 
 
- સવારે સ્નાન-ધ્યાનથી નિવૃત્ત થઈને વ્રતનો સંકલ્પ લો અને પૂજાની તૈયારી કરો 
-  હનુમાનજીની મૂર્તિ કે ચિત્રને  પાટલા પર લાલ કપડુ પાથરીને મુકો અને પોતે કુશના આસન પર બેસો 
-   મૂર્તિને સ્નાન કરાવો અને જો ચિત્ર છે તો તેને સારી રીતે સાફ કરો 
- ત્યારબાદ ધૂપ અને દિવો પ્રગટાવીને પૂજા શરૂ કરો.  
- હનુમાનજી ને ઘી નો દિવો પ્રગટાવો 
- પછી હનુમાનજીને અનામિકા આંગળીથી તિલક લગાવો. સિંદૂર અર્પિત કરો. ગંધ, ચંદન વગેરે લગાવો અને પછી તેમને હાર અને ફુલ ચઢાવો.
- ગોળ ચણાનો પ્રસાદ જરૂર અર્પિત કરો. 
- આ ઉપરાંત કેસરિયા બૂંદીના લાડુ, બેસનના લાડુ, ચૂરમા, માલપુઆ કે મલાઈ મિશ્રીનો ભોગ લગાવો.  
- જો તમારી કોઈ મનોકામના છે તો પાનનુ બીડું અર્પિત કરીને તમારી મનોકામના બોલો 
 - અંતમા હનુમાનજી ની આરતી ઉતારો 
- આરતી પછી નૈવેદ્ય ને ફરીથી તેમને અર્પિત કરો અને અંતમા તેને બધાને પ્રસાદ વહેંચી દો. 
 
ઉલ્લેખનીય છે કે હનુમાન જયંતી ના અવસર પર હનુમાનજીની શોભાયાત્રા કાઢવામાં આવે છે અને આ અવસર પર એક બીજાને શુભેચ્છા આપીને શીરો, ગોળ ની રેવડી કે બેસનના લાડુ પ્રસાદના રૂપમાં વિતરિત કરવામાં આવે છે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર