Hanuman Janmotsav Upay 2025: હનુમાન જયંતિ પર કરો આ ઉપાય, મંગલ દોષથી લઈને કર્જથી પણ મળશે મુક્તિ, મનોકામના થશે પુરી

શનિવાર, 12 એપ્રિલ 2025 (15:54 IST)
Hanuman Janmotsav : કહેવાય છે કે જેની અરજી ક્યારે પૂરી નથી થતી તેની અરજી હનુમાન જયંતિ પર પૂરી થઈ જાય છે. જ્યારે હનુમાનજી પ્રસન્ન થાય છે અને આપવા પર આવે છે તો એ વ્યક્તિને આપે છે જેની અરજી ક્યારેય પુરી નથી થતી અને તેની અરજી હનુમાન જયંતિ પર પૂરી થઈ જાય છે. જ્યારે હનુમાનજી પ્રસન્ન થઈ જાય છે અને આપવા પર આવે છે તો એ વ્યક્તિને કોઈપણ ઉપાય કરવાની જરૂર નથી પડતી.   
 
હનુમાનજીને લાલ રંગ સૌથી પ્રિય છે. આ રંગ શક્તિ સાહસ અને ઉર્જાનુ પ્રતિક છે. સૌથી ખાસ વાત એ છે કે આ રંગ મંગલ ગ્રહનુ પ્રતિનિધિત્વ કરે છે. હનુમાન જયંતિ શનિવારના દિવસે જો તમે લાલ કે કેસરિયા રંગના કપડા પહેરશો તો તમારા મનમાં ભક્તિભાવનો સંચાર થશે અને મંગલ ગ્રહને મજબૂતી મળશે સાથે જ મંગલથી સંબંધિત શુભ પરિણામ પ્રાપ્ત થશે.  આજે અમે તમને કેટલાક એવા ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ જેને કરવાથી તમારી જન્મ કુંડળીમાં મંગલ ગ્રહ શાંત થશે. તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ થશે સાથે જ તમારી મનોકામનાઓ પૂરી થશે.  
 
મંગલ દોષ થશે શાંત - હનુમાન જયંતિના દિવસે લાલ વસ્તુઓનુ દાન કરવાથી જીવનમાં સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. સાથે જ સફળતા પ્રાપ્ત થાય છે. જે જાતકોની જનમ કુંડળીમાં મંગલ દોષ છે એ લોકોએ  આ દિવસે મંગલ સાથે સંબંધિત પૂજા પાઠ અને દાન કરવુ જોઈએ. 
 
મંગલ દોષની શાંતિ માટે દાન - મંગલ દોષની શાંતિ માટે હનુમાન જયંતિ પર લાલ રંગનુ કપડુ, મસૂરની દાળ, ટામેટા, માચિસ, તાંબાના વાસણ, ઘઉનુ યથાશક્તિ દાન કરવુ જોઈએ. આ દાન કરતી વખતે તમારા શ્વાસને અંદર તરફ રોકી રાખો અને આ દાન સંઘ્યાકાળમાં કરો. તેનાથી તમારા મંગલ દોષની શાંતિ થશે અને જીવનમાં મંગલ ગ્રહને કારણે આવતા અવરોધો દૂર થશે  
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર