Dr BR Ambedkar Jayanti - ડૉ. ભીમરાવ આંબેડકર એક તેજસ્વી વિદ્યાર્થી હતા અને તેમણે અનેક વિષયોમાં ડોક્ટરેટની ડિગ્રી મેળવી હતી. આંબેડકરજી ભારતીય સમાજને ખૂબ સારી રીતે જાણતા હતા. તેમણે મહિલાઓ અને દલિતોના ઉત્થાન માટે વિવિધ આંદોલનનું નેતૃત્વ કર્યું, રાજકારણમાં સક્રિયપણે ભાગ લીધો અને નીચલા તેમજ પછાત વર્ગને સન્માનજનક સ્થાન પર લાવવાનો પ્રયાસ કર્યો. ભારતીય બંધારણના નિર્માણમાં બાબાસાહેબ આંબેડકરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તે ગર્વની વાત છે. પ્રસ્તુત લેખમાં તમે ભીમરાવ આંબેડકરજીના અમૂલ્ય સુવિચાર વાંચશો
1. મારી પ્રશંસા અને જય જય કાર કરવા
કરતા તમે મારા બતાવેલ માર્ગ પર ચાલો - ડો. આંબડકર
2. દેશના રાષ્ટ્રપતિ એક દલિત હોઈ શકે છે
એક મંદિરનો પૂજારી દલિત નથી હોઈ શકતો
રાષ્ટ્રપતિ બનવુ સંવિધાનની દેન છે
અને પુજારી ન બનવુ ધર્મની દેન - ડો. આંબડકર
3. સ્વતંત્રતાનો અર્થ સાહસ છે અને સાહસ એક
પાર્ટીમા વ્યક્તિઓના સંયોજનથી જન્મે છે. - ડો. આંબડકર
4. રાજનીતિમા ભાગ ન લેવાનો સૌથી મોટો દંડ એ છે
કે અયોગ્ય વ્યક્તિ તમારા પર શાસન કરવા લાગે છે - ડો. આંબડકર
5 જે ધર્મ જન્મથી એકને શ્રેષ્ઠ અને બીજાને નીચ બતાવે
એ ધર્મ નથી, ગુલામ બનાવી રાખવાનુ ષડયંત્ર છે - ડો. આંબડકર