જો પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે તો ભાજપના ઉમેદવાર કોણ હશે તેની અટકળો તેજ થઈ ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે પ્રિયંકાને હરાવવા માટે ભાજપ તેમને હાઈપ્રોફાઈલ લીડર આપીને ટક્કર આપવાનો પ્રયાસ પણ કરશે.
લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાતની સાથે હવે ચૂંટણી પંચેએ મોટુ નિર્ણય લીધુ છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિત 6 રાજ્યોના ડીજીપી અને ગૃહ સચિવોને હટાવવાના આદેશ જારી કરવામાં આવ્યા છે
7 મેના રોજ ગુજરાતમાં મતદાન થશે
કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. જે પ્રમાણે ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે 7મી મેએ મતદાન થશે
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઘાયલ થવાના સમાચાર છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા આ જાણકારી આપી છે. ટીએમસીએ મમતાની તસવીરો શેર કરી છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મમતા ખરાબ રીતે ઘાયલ છે
Lok sabha election 2024 - લોકસભા બેઠક ઉપર ભાજપે રંજન ભટ્ટને ટિકિટ આપી છે. વડોદરા શહેરના ભાજપના નિયુક્ત થયેલા ઉમેદવારના સંદર્ભમાં પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા. જેને લઇ ભાજપ દ્વારા તેમની તાત્કાલિક ધોરણે હકાલપટ્ટી કરવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ન્યુઝ એંજસી એએનઆઈ સાથે વાત કરતા કહ્યુ કે અમે સીએએ પર કોઈ સજજૂતી કરવાના નથી. તેને પરત લેવામાં નહી આવે. આ દરમિયાન તેમણે કહ્યુ કે મોદી સરકાર જે કહે છે તેને પૂરુ કરવાનુ કામ કરે છે.
લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ તેમના ચૂંટણી પ્રચારને તેજ બનાવ્યો છે અને વધુમા વધુ લોકો સુધી તેમનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. દેશ અને દુનિયાના મોટા સમાચારોની અપડેટ્સ માટે અમારી સાથે રહો.
ગાંધીનગર લોકસભા બેઠક દેશની સૌથી ચર્ચિત લોકસભા બેઠકોમાં એક છે. ઘણા દિગ્ગજો આ લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. હાલ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અહીંથી સાંસદ છે. ગત ચૂંટણીમાં તેમણે જંગી મતોથી જીત મેળવી હતી.
ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર જોરશોરથી શરૂ થઈ ગયો છે. ભાજપે 15 બેઠકો પર મુરતિયા જાહેર કરી દીધા છે. હવે કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ છે. જેમાં પોરબંદર, બનાસકાંઠા, અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ, બારડોલી, વલસાડના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં છે.