ગુજરાતની 6 બેઠકો પર થશે પેટા ચૂંટણી

શનિવાર, 16 માર્ચ 2024 (17:13 IST)
7 મેના રોજ ગુજરાતમાં મતદાન થશે
કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. જે પ્રમાણે ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે 7મી મેએ મતદાન થશે  લોકસભાની ચૂંટણીનુ  પરિણામ 4 જૂને રજૂ કરાશે. પ્રથમ તબક્કામાં ચૂંટણી 19 અપ્રિલના રોજ યોજાશે. 7 મેના રોજ ગુજરાતમાં મતદાન થશે
6 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી
ગુજરાતની પોરબંદર, માણાવદર, વીજાપુર, ખંભાત અને વાઘોડિયા વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાશે. ગુજરાતની 6 બેઠકની વાત કરીએ તો આ પહેલા 4 બેઠકો પર કોંગ્રેસે જીત હાંસલ કરી હતી. જ્યારે એક બેઠક પર 1 SS જીતી હતી અને 1 અપક્ષના નેતાએ જીતી હતી પરંતુ આ છ બેઠક પરથી ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપતા હવે ફરી પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે.  જો કે કોર્ટ મેટર ચાલતી હોવાના કારણે વિસાવદર બેઠક પર પેટાચૂંટણી જાહેર નથી કરાઇ. આ બેઠક પર વર્ષ 2022ની ચૂંટણીમાં આપના ભૂપત ભાયાણી જીત્યા હતા. ભૂપત ભાયાણીના ફોર્મમાં ક્ષતિ હોવાની ફરિયાદ સાથે ગુજરાત હાઇકોર્ટમાં પિટીશન કરાઇ હતી. જે અંગે કેસ ચાલી રહ્યો છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર