24 કલાકમાં 485 કેસ, અમદાવાદમાં 290 તો સુરતમાં 96 નવા પોઝિટિવ કેસ

ગુરુવાર, 4 જૂન 2020 (13:22 IST)
ગુજરાતમાં ધીમે ધીમે અનલોક થઇ રહ્યું છે. એક જૂનથી રાજ્યમાં ખૂબ છુટછાટ આપવામાં આવી છે. પરંતુ આ સાથે જ કોરોના સંક્રમણનો ખતરો પણ વધતો જાય છે. ગત ત્રણ દિવસથી સતત 400થી વધુ કેસ સામે આવી રહ્યા છે. ગત 24 કલાકમાં 485 નવા કેસ મળી આવ્યા છે. ત્યારબાદ પ્રદેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 18 હજારને પાર કરી 18117 પર પહોંચી ગઇ છે. નવા કેસમાં સૌથી વધુ પ્રભાવિત અમદાવાદથી 290 જ્યારે સુરતમાં પણ 96 દર્દીઓ મળી આવ્યા છે.
 
વડોદરામાંથી 34 નવા કેસ સામે આવ્યા છે. અત્યારે પણ રાજ્યના તમામ જિલ્લા કોરોનાથી પ્રભાવિત છે. બીજી તરફ 24 કલાકમાં કોરોનાથી 30 લોકોના મોત થયા છે. સૌથી વધુ 22 મોત અમદાવાદમં, બે સુરતમાં, ત્રણ વડોદરા અને એક-એક મોત ભાવનગર, કચ્છ અને નવસારીમાં થયા છે. આ સાથે જ મોતનો આંકડો 1122 થઇ ગયો છે. સર્વાધિક 13053 કેસ અને 910 મોત અમદાવાદમાં થયા છે. અહીં 8924 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.  
 
ગત 24 કલાકમાં ફક્ત 318 દર્દીઓ થયા ડિસ્ચાર્જ
સ્વાસ્થ્ય વિભાગના અનુસાર રાજ્યમાં અત્યાર સુધી એક દિવસમાં સૌથી વધુ લોકો સાજા થતાં 1114ના આંકડાને પ્રાપ્ત કરીને અને આ મામલે ગત થોડા દિવસોથી સતત વધારા વચ્ચે બુધવારે તેમાં ખૂબ ઘટાડો આવ્યો છે. ગત 24 કલાકમાં 318 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમા6 205 અમદાવાદ, 43 વડોદરા અને 51 સુરતના છે. અત્યાર સુધી 12212 ડિસ્ચાર્જ થઇ ચૂક્યા છે. 
 
24 કલાકમાં નોંધાયેલા કેસ
24 કલાકમાં અમદાવાદમાં 290,સુરતમાં 77 ,વડોદરામાં 34,ગાંધીનગરમાં 39,બનાસકાંઠા 10,ખેડા-પાટણ 5, ભાવનગર-મહેસાણા 4, પંચમહાલ-ભરૂચ 3, રાજકોટ-અરવલ્લી-નવસારી 2,આણંદ-સાબરકાંઠા-દાહોદ-જૂનાગઢ-સુરેન્દ્રનગર 1 કેસ
 
 
● રાજ્યમાં કુલ કેસ : 18117
 
● રાજ્યમાં કુલ મોત : 1122
 
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 12212
 
 
જિલ્લા પ્રમાણે કેસ :
•અમદાવાદ-13063
 
•વડોદરા-1140
 
•રાજકોટ-117
 
•ભાવનગર-130
 
•આણંદ-102
 
•ગાંધીનગર-339
 
•પાટણ-86
 
•ભરૂચ-47
 
•નર્મદા-19
 
‌•બનાસકાંઠા-125
 
‌•પંચમહાલ-94
 
•છોટાઉદેપુર-33
 
•અરવલ્લી-113
 
•મહેસાણા-129
 
•કચ્છ-82
 
•બોટાદ-59
 
•પોરબંદર-12
 
•ગીર-સોમનાથ-45
 
•દાહોદ-41
 
•ખેડા-77
 
•મહીસાગર-116
 
•સાબરકાંઠા-107
 
•નવસારી-28
 
•વલસાડ-41
 
•ડાંગ-2
 
•દ્વારકા-13
 
•તાપી-6
 
•જામનગર-54
 
•જૂનાગઢ-31
 
•મોરબી-4
 
•સુરેન્દ્રનગર-42
 
•અમરેલી-10 કેસ નોંધાયા

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર