IPL Auction: આ ખેલાડી એટલો ગરીબ હતો કે બોલ ખરીદવા માટે પણ પૈસા નહોતા, હવે ધોનીની ટીમે લાખોમાં ખરીદ્યો

સોમવાર, 26 ડિસેમ્બર 2022 (12:52 IST)
IPL Auction: ઈંડિયન પ્રીમીયર લીગે અનેક ખેલાડીઓને રાતો રાત સ્ટાર બનાવી દીધા. ખેલાડીઓની મહેંતને રંગ લાવવામાં આઈપીએલનુ મહત્વનુ યોગદાન રહે છે.   IPL 2023 માટે કોચ્ચોમાં થયેલ ઓક્શન દરમિયાન અનેક ખેલાડીઓનુ નસીબ ખુલી ગયુ.  એક બાજુ જ્યા આ ઐતિહાસિક નીલામીએ આઈપીએલના બધા રેકોર્ડ તોડી નાખ્યા તો બીજી બાજુ આ ઓક્શનમાં લાગેલી બોલીઓએ અનેક સપનાને પણ સાકાર કર્યા. આવુ જ કંઈક ત્યારે થયુ જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે 20 લાખની બોલીમાં એક ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કર્યો. આ ખેલાડી બીજુ કોઈ નહી પણ શેખ રશીદ છે. રશીદને આઈપીલ 2023 માટે ધોનીની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 
 
વર્ષ 2004માંઆંધ્રપ્રદેશના ગુંટૂરમાં જન્મેલા રશીદ માટે આ એક એવી ક્ષણ હતી જેને તેઓ જીવનભર યાદ રાખશે. આંધ્રપ્રદેશના આ બેટ્સમેને અંડર-19 વર્લ્ડ કપમાં શાનદાર ઇનિંગ રમીને ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં મદદ કરી હતી. તેણે વર્લ્ડ કપની ફાઇનલમાં અડધી સદી ફટકારી હતી. રશિદ માટે આ સ્થાન મેળવવું સરળ નહોતુ.  તેની અને તેના પિતાની મહેનત રંગ લાવી અને આજે તે ધોનીની ટીમમાં રમવા માટે તૈયાર છે.
 
રંગ લાવી પિતા-પુત્રની મહેનત 
 
વાત જ્યારે રશીદની હોય ત્યારે તેમના પિતાનો ઉલ્લેખ ન થાય એવુ શક્ય નથી. આજે રશીદ જે પણ કંઈ છે તેમા તેના પિતાનો સૌથી મોટો હાથ રહ્યો છે.  શેખ રશીદ એક શાનદાર ખેલાડી છે. તેમા કોઈ શક નથી પણ તેને એક ખેલાડીના રૂપમાં નિખારવામાં તેમના પિતાનો સૌથી મોટો હાથ છે. રશીદના પિતા રોજ તેને 50 કિમી દૂર ટ્રેનિંગ કરવા માટે લઈ જતા હતા. આ કારણે તેમને પોતાની નોકરી પણ ગુમાવવી પડી. આટલુ બધુ થવા છતા તેમના પિતાએ હાર નથી માની અને પોતાના પુત્રની ટ્રેનિંગને ચાલુ રાખી. રશીદે પણ પોતાના પિતાની આ મહેનતને વ્યર્થ નથી થવા દીધી અને આજે આ બંનેની મહેનત રંગ લાવી. 
 
વર્લ્ડ કપમાં કરી ચુક્યા છે કમાલ 
 
શેખ રશીદ અને તેમના પરિવારને અહી સુધી પહોંચાડવા માટે ઘણી પરેશાનીઓનો સામનો કર્યો છે. તેમના પિતા તંગીની હાલતમાં પણ ઘર ચલાવતા હતા. 
પૈસાની કમીને કારણે તેઓ તેમના પુત્રને ચામડાનો બોલ પણ ન આપી શક્યા. રશીને સિન્થેટિક બોલથી પ્રેક્ટિસ કરી અને પોતાની જાતને સુધારતો રહ્યો. અંડર-19 વર્લ્ડ કપ દરમિયાન તેને કોવિડનો શિકાર બન્યો હતો, પરંતુ તેણે હાર ન માની અને છેલ્લી કેટલીક મેચોમાં તેની ટીમ માટે વાપસી કરી હતી. તેણે વર્લ્ડ કપ દરમિયાન 50થી વધુની એવરેજથી 201 રન બનાવ્યા હતા. તે જ સમયે, ફાઈનલમાં તેની ઈનિંગ્સે ભારતને વર્લ્ડ કપ જીતાડ્યો. રાશિદ પોતાની પ્રતિભાના આધારે ધોનીને પ્રભાવિત કરી શકે છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર