MI vs RCB: અર્જુન તેંદુલકરનુ મુંબઈ ઈંડિયંસની Playing 11 માં થશે કમબેક, નાકામ રહી રોહિત શર્માની આ ચાલ

મંગળવાર, 9 મે 2023 (14:53 IST)
આઈપીએલ 2023ના 54માં મુકાબલા લીગના ઈતિહાસની બે મોટી અને સૌથી જોની ટીમો વચ્ચે થવા જઈ રહ્યો છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં કપ્તાન રોહિત શર્મા પોતાની પ્લેઈંગ 11માં મોટો ફેરફાર કરી શકે છે.  મુંબઈ ઈંડિયંસે પોતાના અગાઉના ત્રણમાંથી બે મુકાબલા જીત્યા છે. બીજી બાજુ છેલ્લી મેચમાં ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ 6 વિકેટથી હારી ગઈ છે. પણ સૌથી ખાસ વાત એ છે કે ટીમના બોલિંગ આક્રમણની અત્યાર સુધી ખૂબ ધુલાઈ થઈ છે. જેને જોતા રોહિત થોડો ફેરફાર કરવો પસંદ કરશે. હંમેશા તમે એવુ નથી વિચારી શકતા કે બેટ્સમેન 200 પ્લસનો સ્કોર ચેઝ કરી લેશે. 
 
તમને જણાવી દઈએ કે રાજસ્થાન રોયલ્સ સામેની 42મી મેચમાં રોહિતે અર્જુન તેંડુલકરને બહાર કરીને ચાલ ચાલી હતી.  જો કે, પંજાબ કિંગ્સ સામેની એક ઓવર (31 રનની ઓવર) સિવાય અર્જુનનું પ્રદર્શન સારું રહ્યું હતું. પરંતુ છતા રોહિતે અરશદ ખાનને તક આપી હતી. અરશદે તે મેચમાં ત્રણ વિકેટ લીધી હતી અને 39 રન આપ્યા હતા. 
પરંતુ અરશદની ઈકોનોમી 13ની  થઈ ગઈ હતી. તે પછી પંજાબ કિંગ્સ સામે તેણે 4 ઓવરમાં 48 રન આપ્યા અને 1 વિકેટ લીધી. ત્યારબાદ CSK સામેની છેલ્લી મેચમાં અરશદે માત્ર 1.4 ઓવરમાં 28 રન આપ્યા હતા. એટલે કે ત્રણેય મેચમાં તેની ઈકોનોમી ખૂબ જ ખરાબ રહી હતી. આ જ કારણ છે કે રોહિત શર્મા હવે અર્જુન તેંડુલકરને પરત લાવી શકે છે.
 
કેવુ રહ્યુ હતુ અર્જુન તેંડુલકરનુ પ્રદર્શન ?
જો અર્જુન તેન્દુલકરના પ્રદર્શનની વાત કરીએ તો તેમણે ચાર મેચ મુંબઈ ઈંડિયંસ માટે રમી હતી.  
તેમને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ડેબ્યુ કરવાની તક મળી. તેણે ચારેય મેચોમાં મુંબઈ માટે બોલિંગની શરૂઆત કરી હતી અને દરેક મેચમાં શરૂઆતની ઓવરોમાં તે કિફાયતી હતા.  સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પણ તેમણે છેલ્લી ઓવરમાં રનનો બચાવ કરીને ટીમને જીત અપાવી હતી. ત્યારબાદ 16મી ઓવર લઈને આવ્યા પણ તેમાં 31 રન આપી દીધા. 
 
ત્યારબાદ તેમને ખૂબ ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા. શરૂઆતથી જ તેમની ગતિ અને એક્શન પર સવાલ ઉઠી રહ્યા હતા. ત્યારબાદ ગુજરાત સામે રોહિતે અર્જુનને વધુ એક તક આપી હતી. અહીં તેમણે શાનદાર વાપસી કરી અને શરૂઆતની ઓવરોમાં ડિફેન્ડિંગ ચેમ્પિયનને બોલિંગ કરી અને રિદ્ધિમાન સાહાની વિકેટ પણ લીધી. ત્યારપછી રોહિતે તેમને બે ઓવર પછી બોલિંગ કરાવી નહોતી. આ મેચમાં તેમણે બેટિંગમાં પણ જૌહર બતાવ્યું હતું. પરંતુ તેને આગલી મેચમાંથી જ બહાર કરી દેવામાં આવ્યા હતા. અર્જુને 4 મેચમાં 9.3ની ઈકોનોમી સાથે 3 વિકેટ લીધી હતી. શરૂઆતની ઓવરોમાં પણ તે ઘણા કિફાયતી હતા.  હવે જોવાનું એ રહેશે કે અરશદની ધુલાઈ થયા બાદ રોહિત ફરીથી જુનિયર તેંડુલકરમાં વિશ્વાસ બતાવશે કે નહીં?
 
મુંબઈ ઈંડિયંસના શૢય Playing 11
 
રોહિત શર્મા (કપ્તાન), ઈશાન કિશન (વિકેટ કિપર) સૂર્યકુમાર યાદવ, નેહાલ વઢેરા, ડેવાલ્ડ બ્રેવિસ/ટ્રિસ્ટન સ્ટ્રક્બ્સ  Stubbs, Tim Davids, Cameron Green, અર્જુન તેંડુલકર, જોફ્રા આર્ચર, પિયુષ ચાવલા, આકાશ માધવાલ.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર