ચાઈનાના ફાર્મા ઉદ્યોગને ટક્કર આપવા માટે ગુજરાતમાં ત્રણ નવા મેડિકલ પાર્ક સ્થપાશે
મેક ઈન ઈન્ડિયા અંતર્ગત અને ચાઈનાને ફાર્મા ઉદ્યોગને ટક્કર આપવા ગુજરાતમાં ટૂંક સમયમાં ત્રણ મહત્વના પાર્ક સ્થપાશે. કેન્દ્રીયના કેમીકલ અને ફર્ટીલાઈઝર મંત્રી અનંથ કુમારે આ પાર્ક ગુજરાતમાં સ્થપાય તેવી જાહેરાત સામે મુખ્યમંત્રીએ ટેકો આપ્યો છે અને ટૂંક સમયમાં તેની કાર્યવાહી પણ શરૂ થશે. કેન્દ્રીય મંત્રી અનંથ કૂમારે બલ્ક ડ્રગ પાર્ક, ફાર્મા પાર્ક અને મેડીકલ ટેકનોલોજી માટે મેડ ટેક પાર્ક ગુજરાતમાં સ્થપાય તેવી જાહેરાત ફાર્મા એક્ઝીબીશનના કાર્યક્રમમાં કરી હતી. ત્રણેય પાર્ક માટે રાજ્યએ 200 થી 250 એકર જમિન સંપાદન કરવાની રહેશે. જ્યારે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે મદદ કરશે. ભારતમાં ફાર્મા ઉદ્યોગને ચાઈના ટક્કર આપી રહ્યું છે ત્યારે આ પ્રકારના પાર્ક ફાર્મા ઉદ્યોગને મદદ રૂપ રહેશે. આ પ્રકારના પાર્ક ઉભા કરવાથી દવાઓની બનાવટનો ખર્ચ ઘટશે. જેથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચાઈનાને ટક્કર આપી શકાશે. કેન્દ્રીય મંત્રી દ્વારા ગુજરાતમાં આ પાર્ક બને તેવી આશા વ્યક્ત કરી હતી. તેની સામે ગુજરાત સરકાર ટૂંક સમયમાં આ મામલે જમીન અને અન્ય કાર્યવાહી શરૂ કરશે તેવી જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી. ફાર્માસ્યુટીકલ બિઝનેસ સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓએ પણ આ પ્રકારના પાર્ક મહત્વના સાબિત થશે તેવી આશા વ્યક્ત કરી છે. ચાઈના દ્વારા પાકિસ્તાનની પડખે ઉભી રહેવાની બાબતને લઈ ભારતમાં ચાઈનામાં બનેલી ચીજવસ્તુઓનો ઉપયોગ ન કરવા પર કેમ્પેઈન ચાલી રહ્યું છે ત્યારે ચાઈના ગુજરાતમાં કે ભારતમાં બનેલી વસ્તુઓનો ઉપયોગ વ્યાજબી હોવાનું મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું. ચાઈનાના ગુજરાત તથા ભારતમાં રોકાણથી રોજગારીમાં વધારો થાય છે. ત્યારે ઉદ્યોગપતિઓના મતે આ પાર્ક આગામી દિવસોમાં વિશ્વ બજારની સામે ઉત્પાદન માટે મહત્વના સાબિત થશે.