અભિયોજકે કહ્યુ કે 44 વર્ષીય મહિલાએ ઈશનિંદા કરી દેશના કાયદાનુ ઉલ્લંઘન કર્યુ છે. ઉલ્લેખનીય છે કે જુલાઈ 2016માં મિલયનાની ફરિયાદ પછી સુમાત્રા ના બંદરગાહ શહેર તાંજુંગ બલાઈમાં 14 બૌદ્ધ મંદિરોને ટોળાએ આગના હવાલે કરી દીધુ હતુ. મહિલાના વકીલે કહ્યુ કે સજા વિરુદ્ધ અરજી દાખલ કરી શકાય છે. બીજી બાજુ એક કંજરવેટિવ ગ્રુપ ઈસ્લામિક કમ્યુનિટી ફોરમનુ કહેવુ છેકે મિલિયાનાને આપવામાં આવેલ સજા ખૂબ ઓછી છે. તેને ઓછામાં ઓછી 2 વર્ષની સજા થવી જોઈએ.
ઈંડોનેશિયાના સંવિધાને ધર્મ અને અભિવ્યક્તિની આઝાદી આપી છે પણ વર્તમાન સમયમાં ઈસ્લામના અપમાનના દોષી માનતા લોકો પર ઈશનિંદાના કેસ કરવામાં આવ્યા છે. ગયા વર્ષે અલ્પસંખ્યંક ઈસાઈ અનેજકાર્તાના ચીની ગવર્નરને ઈશનિદાના દોષી સાબિત કર્યા હતા અને તેમને બે વર્ષની સજા સંભળાવી હતી. આ પહેલા દેશમાં ઘણા પ્રદર્શન જોવા મળ્યા હતા.