જ્યારે રાહુલ ગાંધી ભૂલથી મહિલાઓના શૌચાલયમાં શૌચ માટે ઘૂસી ગયાં
ગુરુવાર, 12 ઑક્ટોબર 2017 (12:58 IST)
ગુજરાતની મુલાકાતે આવેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ છોટાઉદેપુર પહોંચીને વિવિધ કાર્યક્રમો અને જાહેર સભા સંબોધી હતી. કાર્યક્રમ અંતગર્ત રાહુલ ગાંધી મહિલા શૌચાલયમાં જતા રહ્યા હતા. જેથી તેમને જોઇને લોકો ચોંકી ગયા હતા. રાહુલ ગાંધીએ જે મહિલા શૌચાલયનો ઉપયોગ કર્યો, ત્યારબાદ કોંગ્રસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહીલએ પણ તે જ મહિલા શૌચાલયમાં ગયા હતા. આ દ્રશ્યો જોનાર મીડિયા કર્મીઓને એસપીજીએ કેમેરા બંધ કરાવી દીધા હતા. તેમ છતાં રાહુલ બાબા મહિલાઓના શૌચાલયમાં ઘૂસ્યા એ દ્રશ્યો કેમેરામા કેદ થઇ ગયા હતા. મહિલા શૌચાલયની બહાર ગુજરાતીમાં એક કાગળ ઉપર લખાણ લખવામા આવ્યું હતું, મહિલાઓ માટેનું શૌચાલય, જોકે તે કાગળ ઉપર પુરૂષ કે મહિલાનુ ચિન્હ મુકવામાં આવ્યું ન હતું, જેથી રાહુલને ગુજરાતીમાં લખેલુ લખાણ સમજમાં ન આવ્યું અને તેઓ મહિલાઓના શૌચાલયમાં જતા ગયા હતા. રાહુલ જેમ મહિલાઓના શૌચાલયમાંથી બહાર નિકળ્યાં તેમજ સ્થળ ઉપર ઉપસ્થિતી લોકોએ મુંગા મોઢે હસવાનું શરુ કરી દીધુ હોવાનુ જાણવા મળી રહ્યું છે. જોકે રાહુલ મહિલા શૌચાલયમાં ધૂસ્યા કે તુરંત જ દિવાલ ઉપર મહિલા માટે શૌચાલયના લખાણ વાળુ સ્ટીકર કાઢી નાખવામાં આવ્યું હતું, જેને કારણે રાહુલ ગાંધી જ્યાંથી આવ્યા તે જ મહિલા ટોઈલેટમાં ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલે પણ ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.