રાહુલ ગાંધી ગુજરાત આવી પહોંચ્યા, નવસર્જન યાત્રા ખેડાના રાસકા ખાતે પહોંચી

સોમવાર, 9 ઑક્ટોબર 2017 (15:54 IST)
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એકવાર સોમવારથી ત્રણ દિવસની ગુજરાતની યાત્રાએ આવી પહોંચ્યા છે. તેઓ નિર્ધારિત સમય કરતા વહેલા અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. તેઓ અમદાવાદથી બસ યાત્રા કરીને મધ્ય ગુજરાતમાં પહેલા આણંદ ખેડામાં બસ યાત્રા થકી રોડ શો અને સભા કરશે. વડોદરા ખાતે પ્રથમ દિવસનો પ્રવાસ પૂર્ણ કરશે. તેઓ મધ્ય ગુજરાતના પ્રવાસ દરમિયાન તેઓ પહેલી રાત્રે વડોદરામાં રાત્રિ રોકાણ કરશે. તેમની ગુજરાત નવસર્જન યાત્રા ખેડાના રાસકા ખાતે પહોંચી. આ તકે મોટી માત્રામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં ટૂંકાગાળામાં આ રાહુલ ગાંધીની બીજી યાત્રા છે. રાહુલ ગાંધીની સોમવારથી ગુજરાત યાત્રાનો પ્રારંભ અમદાવાદના હાથિજણ ખાતેથી થશે. રાહુલની ગુજરાત યાત્રામાં મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને તાલુકાનો પ્રવાસ કરશે જેમાં છોટા ઉદેપુરના બોડેલી તેમજ ફાગવેલ ખાતે જાહેરસભા સંબોધશે. છોટા ઉદેપુરમાં આદિવાસી વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી સંવાદ પણ કરશે જ્યારે કરમસદ ખાતે લોખંડીપુરુષ સરદાર પટેલના જન્મસ્થળની મુલાકાત લેશે જ્યારે દુધમંડળીઓના પ્રતિનિધીઓ સાથે સંવાદ યોજશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર