રાહુલ ગાંધીએ આદીવાસીઓ સાથે ટીમલી ડાન્સ કર્યો, રસ્તા પર ચાની કીટલી પર ચા પીધી
બુધવાર, 11 ઑક્ટોબર 2017 (12:40 IST)
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંઘીએ મધ્યગુજરાતની મુલાકાત દરમિયાન અનેક લોકોનાં મન મોહી લીધાં હતાં, તેમણે નવસર્જન યાત્રા દરમિયાન લોકો સાથે સંવાદ કર્યો હતો. ત્યાર બાદ તેઓ એક સામાન્ય માણસની જેમ જોવા મળ્યાં હતાં. બોડેલી ખાતે આવેલ રાહુલ ગાંધીએ જંગી જનમેદનીને સંબોધન કર્યા બાદ છોટાઉદેપુર જવા માટે રવાના થયા હતા. ત્યારે જે જગ્યાએ જંગી સભાને સંબોધન કરેલ હતી.
તે મેદાન થી નજીક જ એક ખાનગી હોટલમાં રાહુલ ગાંધી ઉભા રહ્યા હતા અને સામાન્ય વ્યક્તીની જેમ પોતાના કોંગ્રેસ પાર્ટીના નેતાઓ સાથે નાસ્તો કર્યા હતો. મુખ્યત્વે મોટા નેતા સાથે કડક સિક્યુરિટી હોય છે. જે ભોજન અથવા સામાન્ય નાસ્તો લેવાનો હોય તેની પણ ચકાસણી કરતા હોય છે. ત્યારે રાહુલ ગાંધીએ ખાનગી હોટલમા ચા અને સામાન્ય નાસ્તો કર્યો હતો સાથે થોડી વાર સુધી કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરી હતી. રાહુલ ગાંધી પોતાના સિક્યુરિટી કોનવે તેમજ નેતાઓ સાથે હોટલમા ઉભા રહેતાની સાથે જ મોટી સંખ્યામાં લોક ટોળાં રાહુલ ગાંધીને જોવા તેમજ સેલ્ફી લેવા પડાપડી કરતા હતા.
સામાન્ય વ્યક્તીની જેમ હોટલમા નાસ્તો કરતા રાહુલ ગાંધીને જોઈ આમ જનતા પણ ખુશ થઈ હતી. છોટાઉદેપુરમાં આદિવાસીઓને સંબોધન કરતા રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ સૌનો વિકાસ થવાનું વચન આપ્યું હતું. આદિવાસીઓના વિકાસ માટે ફંડ આપવામાં આવશે તેવુ વચન આપ્યું હતું, પરંતુ તેમણે એકપણ વચન પૂરા કર્યા નથી. ગુજરાતમાં જે વિકાસ થઇ રહ્યો છે, તેનો ફાયદો માત્ર મોટા ઉદ્યોગપતિઓને થઇ રહ્યો છે. રાહુલે આદિવાસીઓને પૂછ્યું હતું કે શું તમને નર્મદાનું પાણી મળી રહ્યું છે. રાજ્યમાં પાણી અને વિજળી માત્ર ધનિક લોકોને જ મળી રહી છે. નોંધનીય છે કે ટીમલી એક આદિવાસી નૃત્ય છે. સ્થાનિક આદિવાસીઓના નસેનસમાંથી ગીતમાં એવા શબ્દો છે જે આદિવાસીઓની નસેનસમાં સમાયેલા છે, જેથી એ ગીત વાગતાની સાથે જ હરકોઇ વ્યક્તિ ઉમંગભેર નાચી ઉઠે છે. આ નૃત્ય ખાસ કરીને લગ્ન પ્રસંગ, વરઘોડો, જાહેર કાર્યક્રમ, હોળી-ધૂળેટી અને મેળાઓમાં કરવામાં આવે છે.