Viral Video - બીજેપી નેતા ઉમા ભારતીનુ વિવાદિત નિવેદન, બોલ્યા - ચપ્પલ ઉઠાવનારી હોય છે બ્યુરોક્રેસી

સોમવાર, 20 સપ્ટેમ્બર 2021 (21:10 IST)
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના વરિષ્ઠ નેતા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહી ચુકેલા ઉમા ભારતીએ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે, "નોકરશાહીનું કોઈ મહત્વ નથી હોતુ અને તે માત્ર ચંપલ ઉઠાવનારી હોય છે."
 
ઉલ્લેખનીય છે કે ઉમા ભારતીએ શનિવારે આ વાત કહી હતી, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે વીડિયોમાં કહેતી સાંભળાય રહી છે કે  ''તમને શું લાગે છે કે નોકરશાહી નેતાઓને ફેરવે છે, પરંતુ એવું હોતુ નથી. વાતો એકલતામાં થાય છે અને પછી નોકરશાહ ફાઈલ તૈયાર કરીને લાવે છે. અમને પૂછો, હું 11 વર્ષ સુધી કેન્દ્રમાં મંત્રી અને મુખ્યમંત્રી રહી ચુકી છું. "ઉમા ભારતી કહે છે," બ્યુરોક્રેસી ચંપલ ઉપાડનારી હોય છે, અમારી ચંપલ ઉપાડે છે.'' 
 
ખાનગીકરણ અને અનામત પર વાત કરતા ઉમા ભારતીએ કહ્યું કે, જ્યાં સુધી ખાનગી ક્ષેત્રમાં અનામત અમલમાં ન આવે ત્યાં સુધી કશું થવાનું નથી. દરેક વસ્તુનું ખાનગીકરણ થઈ રહ્યું છે. સરકારી જમીન ખાનગી ક્ષેત્રને આપવામાં આવી રહી છે અને આરક્ષણનું શું થશે. શરદ અને નીતિશ કુમાર મારી સાથે સહમત છે. પરંતુ તમારે તેને (આરક્ષણ માટે આંદોલન)  શરૂ કરવું જોઈએ. "

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર