સુરતમાં દહીંહાંડીમાં સ્ટંટબાજ દાઝ્યો મોઢામાં પેટ્રોલ ભરી આગ સાથેની કરતબ કરતાં મોઢું સળગ્યું

શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2023 (14:47 IST)
સુરતમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણીના કાર્યક્રમોનું ઠેર-ઠેર આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ સ્થળોએ દહીંહાંડીમાં યુવાનો ઉત્સાહ સાથે અનેક કરતબો કરી લોકોનું મનોરંજન કરતા જોવા મળ્યા હતા. જેમાં મોઢામાં જ્વલનશીલ પ્રવાહી ભરી હવામાં ઉછાળી આગ સાથે સ્ટંટ કરનાર યુવકનું મોઢું એકાએક સળગી ઊઠ્યું હતું. જેને પગલે સાથી મિત્રોએ પાણી નાખી આગને બુજાવી દીધી હતી.

શહેરમાં આ પ્રકારની એક જ દિવસમાં બે ઘટના બનવા પામી છે. જેમાં પ્રથમ ઘટના એસ. ડી. જૈન કોલેજના કેમ્પસમાં બની હતી, જ્યારે બીજી ઘટના ઉધના વિસ્તારમાં બનવા પામી હતી. બન્ને ઘટનામાં યુવકોનો ચહેરો આગથી દાઝી ગયો હતો.ઉધના વિસ્તારમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજ મંડળ દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન એકત્રિત થયેલા લોકોનું મનોરંજન પણ કરવામાં આવી રહ્યું હતું.


આ કાર્યક્રમ દરમિયાન જાહેરમાં આગનો ખેલ બતાવનાર યુવક બેદરકારીપૂર્ણ આગની જ્વાળાઓ હવામાં જ્વલનશીલ પ્રવાહીની મદદથી સળગાવતો હતો. તેવામાં આગની જ્વાળાએ યુવકને લપેટમાં લઈ લીધો હતો અને તેનો ચહેરો ફ્લેશફાયરના કારણે દાઝી ગયો હતો.યુવકને દાઝતા જોતા અન્ય યુવકોએ તેના મોઢા ઉપર લાગેલી આગને ઓલવવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો. જેમના હાથમાં બોટલ હતી એમના દ્વારા મોઢા ઉપર પાણી નાખવામાં આવ્યું હતું. પાંચથી સાત સેકન્ડ સુધી ચહેરો સળગતો રહ્યો હતો. સુરતમાં એક જ પ્રકારની બીજી ઘટના બની છે. જાહેરમાં આગની કરતબો દેખાડવું યુવકોને મોંઘું પડ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર