સુરત: યુવકને સ્ટંટ કરવો ભારે પડ્યો

ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2023 (14:26 IST)
સુરત: યુવકને સ્ટંટ કરવો ભારે પડ્યો- સુરત શહેરમાં ચારેતરફ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીની ધમાલ જોવા મળી રહી છે. દહીંહાંડીના કાર્યક્રમમાં મોઢામાંથી જ્વલંતશીલ પદાર્થ હવામાં ઉડાડી આગની જ્વાળાઓ સળગાવતા યુવકનો ચહેરો દાઝ્યો હતો 
 
સુરત કોલેજ કેમ્પસ, સ્કૂલોમાં પણ જન્માષ્ટમીને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે એસ. ડી. જૈન કોલેજ કેમ્પસમાં મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન એક યુવક આગ સાથે સ્ટંટ કરી રહ્યો હતો. મોઢામાંથી જ્વલંતશીલ પદાર્થ હવામાં ઉડાડી આગની જ્વાળાઓ સળગાવતો હતો. એ દરમિયાન જ યુવકનો ચહેરો દાઝી ગયો હતો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર