બનાવવાની રીત - સૌ પહેલા દાળને સારી રીતે ધોઈ લો. એક કડાહીમાં પાણી નાખો અને પછી તેમા દાળ મીઠુ અને હળદર નાખી સારી રીતે મિક્સ કરી બાફી લો. આ દાળ તમે કુકરમાં પણ બાફી શકો છો. હવે તેમા સૂકો આમચૂર પાવડર નાખીને મિક્સ કરો. એક પેનમાં ઘી નાખીને ગરમ કરો. હવે તેમા જીરુ, સૂકા લાલ મરચા, ડુંગળી, હિંગ અને લીલા મરચા નાખીને સાધારણ સોનેરી થતા સુધી સેકો. પછી તેમા ટામેટા અને લાલ મરચા નાખીને બફાવા દો. હવે તાપ પરથી હટાવીને બાઉલમાં કાઢી લો. મસૂર દાળ તૈયાર છે. તેને ધાણાથી સજાવીને સર્વ કરો.