WhatsApp એ ભારત સરકાર પર કેસ કર્યો, કહ્યુ - નવા IT નિયમોથી પ્રાઈવેસી ખતમ થશે

બુધવાર, 26 મે 2021 (22:30 IST)
WhatsApp એ ભારત સરકાર વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં એક કેસ ફાઈલ કર્યો છે. જેમા આજથી લાગૂ થનારા નવા આઈટી નિયમોને રોકવાની માંગ કરવામાં આવી છે.  વ્હાટ્સએપ વિરુદ્ધ ભારત સરકારનો કેસ મંગળવાર, 25 મે ના રોજ ફાઈલ કરવામાં આવ્યો. મેસેજર એપએ કહ્યુ કે નવા નિયમો દ્વારા યુઝર્સની પ્રાઈવેસી પ્રભાવિત થશે. 
 
હકીકતમાં  કેન્દ્ર સરકારે 25 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ ભારતના ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય  દ્વારા  ડિજિટલ કંટેટને રેગ્યુલેટ કરવા માટે 3 મહિનાની અંદર કમ્પ્લાયન્સ ઓફિસર, નોડલ ઓફિસર વગેરેની નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો હતો. તે મહત્વનું છે કે આ બધા ક્ષેત્રો ભારતમાં હોવા જોઈએ. સરકાર દ્વારા અપાયેલા આદેશ હેઠળ કંપનીઓએ કમ્પ્લાયન્સ ઓફિસરની નિમણૂક કરવાની રહેશે અને ભારતમાં તેઓનું નામ અને સંપર્ક સરનામું હોવું ફરજિયાત છે.
 
ચૈટને ટ્રેસ કરવા માટે કહેવુ, ફિંગરપ્રિંટની માહિતી માંગવા જેવુ 
 
વોટ્સએપ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકારની નવી ગાઇડલાઇન્સમાં ચેટને ટ્રેસ કરવાનું કહેવામાં આવ્યું છે અને એક રીતે તે આપણા યુઝર્સની ફિંગરપ્રિન્ટ વિશેની માહિતી માંગવામાં આવી રહી છે તેવું જ છે. આ એંડ ટૂ એંડ એન્ક્રિપ્શનને તોડી નાખશે અને મૂળભૂત રૂપે લોકોની ગોપનીયતાના અધિકારને કમજોર કરશે.  વોટ્સએપ દ્વારા  કહેવામાં આવ્યું છે કે અમે આ બાબતે સિવિલ સોસયટી સાથે છીએ, જે આખા વિશ્વમાં વોટ્સએપનો ઉપયોગ કરનારા લોકોની ગુપ્તતાની વાત કરે છે.
 
વ્હોટ્સએપે આગળ કહ્યુ, આ દરમિયાન, અમે લોકોને સલામત રાખવાના ઉદ્દેશ્ય સઆથે વ્યવહારિક સમાધાનો પર પણ ભારત સરકાર સાથે જોડાવાનું ચાલુ રાખીશું, જેમા અમારી પાસે ઉપલબ્ધ માહિતી માટે કાયદેસરના અનુરોધોનો જવાબ આપવા પણ સામેલ છે. 
 
ફેસબુકે કહી હતી આ વાત 
 
મહત્વની વાત એ છે કે, મંગળવારે ગુગલ અને ફેસબુકે કહ્યું કે તેઓ નવા નિયમોનું પાલન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફેસબુકે કહ્યું હતું કે ‘આઇટી નિયમો મુજબ અમે ઓપરેશનલ પ્રક્રિયાઓ લાગુ કરવા અને કાર્યક્ષમતામાં સુધારણા તરફ કામ કરી રહ્યા છીએ. અમે અમારા પ્લેટફોર્મ પર સ્વતંત્ર અને સલામત રીતે પોતાને વ્યક્ત કરવાની લોકોની ક્ષમતા માટે પ્રતિબદ્ધ છીએ.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર