Petrol Diesel Price Today: પેટ્રોલનો ભાવ 150 પર જશે, જાણો દિલ્હી, યૂપી, એમપી, બિહાર, ગુજરાત, પંજાબ અને રાજસ્થાનમાં આજે કેટલા રૂપિયા વધ્યા
બુધવાર, 9 માર્ચ 2022 (12:37 IST)
સરકારી તેલ કંપનીઓ (Oil Companies) એ પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel) ના આજના ભાવ રજુ કર્યા છે. આજે પણ તેલની કિમંતમાં મામૂલી ફેરફાર થયો છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે નવેમ્બરમાં પેટ્રોલ ડીઝલનો ભાવમાં કપાત થયો હતો. ત્યારથી તેલની કિમંતમાં કોઈ ફેરફાર થયો નથી. જો કે બિહાર (Bihar), રાજસ્થાન (Rajasthan)સહિત અનેક રાજ્યોમાં હજુ પણ પેટ્રોલ 100 રૂપિયાની ઉપર વેચાય રહ્યુ છે. ચાલો જાણીએ આજે દિલ્હી યૂપી બિહાર રાજસ્થાન ગુજરાત મઘ્યપ્રદેશ અને પંજાબમાં પેટ્રોલ ડીઝલની શુ કિમંત છે.
ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની શુ કિમંત છે.
અમદાવાદ - પેટ્રોલ રૂ. 95.13 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 89.12 પ્રતિ લીટર
સુરત - પેટ્રોલ રૂ. 95.03 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 89.03 પ્રતિ લીટર
વડોદરા - પેટ્રોલ રૂ. 94.74 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 88.72 પ્રતિ લીટર
રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરેફરા થયા છે. સવારે 6 વાગ્યાથી નવા ભાવ લાગુ થયા છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેનો ભાવ બમણો થઇ જાય છે. વિદેશી વિનિમય દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો શું છે, તેના આધાર પર રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફરેફાર થયા છે.
રશિયાના આ પગલાની શું અસર થશે?
આ વિશ્વયુદ્ધની રશિયાની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી રહી છે અને તેના પુરાવા પણ મળી રહ્યા છે. જો રશિયા ક્રૂડ ઓઈલનો પુરવઠો બંધ કરે છે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 300$ સુધી પહોંચી જશે, જે પહેલાથી જ ઐતિહાસિક સ્તરે છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવ 139$ પ્રતિ બેરલ થઈ ગયા છે, જે 2008 પછીના સૌથી વધુ ભાવ છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં અણધાર્યો ઉછાળો-
રશિયાના નાયબ પ્રધાનમંત્રી એલેક્ઝાન્ડર નોવાકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "એ વાત એકદમ સ્પષ્ટ છે કે રશિયન તેલની અસ્વીકૃતિના કારણે વૈશ્વિક બજારના વિનાશક પરિણામો આવશે." ભાવમાં અણધાર્યો ઉછાળો જોવા મળશે. ક્રૂડ ઓઈલના ભાવ 300$ પ્રતિ બેરલ હશે. નોવાકે કહ્યું કે યુરોપને રશિયા પાસેથી મળેલા તેલના જથ્થાને બદલવામાં એક વર્ષથી વધુ સમય લાગશે અને આ માટે ખૂબ જ મોટી કિંમત ચૂકવવી પડશે.
ભારતીયોના ખિસ્સા પર પડશે સીધી અસર-
જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધુ વધારો થશે તો તેની સીધી અસર ભારત અને ભારતના સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારા બાદ બની શકે છે કે ભારતમાં પેટ્રોલની કિંમત આવનારા મહિનામાં 150 રૂપિયા પ્રતિ લીટરનો આંકડો પણ પાર કરી શકે છે. જોકે, આ વાત સરકાર પર નિર્ભર છે કે, તે પોતાના ખિસ્સામાંથી કેટલા પૈસા ખર્ચીને સામાન્ય લોકોને રાહત આપી શકે છે.