પેટ્રોલમાં મોટા વધારાના અણસારને લઇને પેટ્રોલ પંપ પર લાગી લાઇનો, 150 રૂપિયા પ્રતિ લીટરને થશે પાર!

બુધવાર, 9 માર્ચ 2022 (10:30 IST)
રશિયા-યુક્રેન યુદ્ધને લીધે ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવ ઉછળીને બેરલ દીઠ 139 ડોલરની સપાટી વટાવી ગયા હોવાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં મસમોટો વધારો થવાની સંભાવના દેખાઇ રહી છે. આ ઉપરાંત  પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂરું થતાં સરકાર હવે પેટ્રોલ-ડીઝલના ભાવમાં લિટરે રૂ.10નો વધારો કરશે તેવી ભીતિને લીધે શહેરના તમામ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઇનો લાગી હતી. લોકો પોતાના વાહનોમાં પેટ્રોલ કે ડીઝલની ટાંકી ફુલ કરાવી રહ્યા છે.
 
રાજ્યમાં અમદાવાદ સહિત મહાનગરોમાં પેટ્રોલ પંપ પર પેટેરોલ અને ડીઝલ પુરાવવા માટે વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી.વાહનચાલકોએ  ભાવ વધારા પહેલા શક્ય એટલું પેટ્રોલ-ડીઝલ પૂરાવી લેવા પમ્પો પર લાઇન લગાવતા કેટલાક પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ખૂટી ગયો હોવાના પાટિયા મારી પમ્પ બંધ કરી દીધા હતા. પેટ્રોલ પમ્પના કેટલાક ડિલરોના જણાવ્યા અનુસાર ભાવવધારાની દહેશતે સામાન્ય દિવસની સરખામણીએ પેટ્રોલ-ડીઝલના વેચાણમાં 20થી 25 ટકાનો વધારો થયો હતો.
 
જો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ વધુ વધે તો તેની સીધી અસર ભારત અને ભારતના સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારા બાદ એવું બની શકે છે કે ભારતમાં પેટ્રોલની કિંમત આવનારા મહિનામાં 150 રૂપિયા પ્રતિ લીટરના આંકડાને પણ પાર કરી શકે છે. જો કે, સરકાર પોતાના ખિસ્સામાંથી કેટલા પૈસા ખર્ચે છે અને સામાન્ય લોકોને રાહત આપે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર