રાહુલ ગાંધીએ સુરતમાં ટેક્સટાઈલ યુનિટની મુલાકાત દરમિયાન કારીગરો સાથે મુલાકાત કરી
બુધવાર, 8 નવેમ્બર 2017 (15:25 IST)
રાહુલ ગાંધી આજે સુરતની મુલાકાતે છે ત્યારે તેમણે સુરતના નાના વેપારીઓ સાથે મુલાકાત યોજી છે. તેમણે આજે સુરતમાં નોટબંધીનો કાળો દિવસ પણ મનાવવાનું નક્કી કર્યું છે. ત્યારે તેઓ વ્યક્તિગત રીતે સુરતના નાના લોકો સાથે મુલાકાત કરી રહ્યાં છે. રાહુલ ગાંધી સારી રીતે જાણે છે કે જો નાના લોકોને સાથે રાખીને કોંગ્રેસ ચાલશે તો ચોક્કસ નક્કર પરિણામ મળશે.
જેથી તેમણે પણ મુલાકાતોનો દોર શરૂ કરી દીધો છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સુરત મુલાકાત દરમિયાન ટેક્સટાઈલ યુનિટની મુલાકાત લીધી હતી. જે દરમિયાન રાહુલજીએ કાપડ તૈયાર કરવાની રીત, તેના માટે વપરાતી સામગ્રી, કાપડના વેપારીઓને કાચા માલની પડતી કિમત, કાપડ તૈયાર કરવા માટે થતો ખર્ચ, જીએસટીના કારણે તેમને પડતી તકલીફો સહિતની માહિતી મેળવી હતી.