Fire Brigade- જાણો ફાયર બ્રિગેડની ગાડીનો રંગ લાલ શા માટે હોય છે.

મંગળવાર, 11 જાન્યુઆરી 2022 (15:51 IST)
શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આખરે ફાયરબ્રિગેડની આ ગાડીનો રંગ લાલ જ કેમ હોય છે. જો કે તેનાં લાલ રંગ પાછળની થિઅરી કંઇક આવું દર્શાવે છે. ત્યારે વિગતે જાણીશું કે, આખરે ફાયર બ્રિગેડની આ ગાડીનો રંગ લાલ જ કેમ હોય છે.અમે તમને જણાવી રહ્યા છે કે ફાયર બ્રિગેડની ગાડીનો રંગ લાલ હોવાના કારણ 
 
ફાયર બ્રિગેડના વાહનોનો રંગ લાલ હોવાને કારણે જૂના વાહનોનો રંગ પણ છે. 19મી સદી દરમિયાન જ્યારે દુનિયામાં કારનું ઉત્પાદન થયું ત્યારે તેના રંગો કાળા અને લાલ રાખવામાં આવ્યા હતા. ઘણા લોકોને બ્લેક કલરની કાર પસંદ આવી હતી. તેનું કારણ એ પણ સામે આવ્યું હતું કે કાળો રંગ સસ્તો અને ટકાઉ હતો. તે જ સમયે, લાલ રંગ પણ એક અલગ ઓળખનું કારણ છે. આથી તે કોઇ પણ દૂરથી જોઈ શકે અને અન્ય વાહનો તેને આગળ જવા માટે જલ્દી-જલ્દી જગ્યા આપી શકે.
 
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ફાયર ડિપાર્ટમેન્ટ પાસે વધારે પૈસા ન હોતાં. આથી તેમણે તેને રંગવા માટે લાલ રંગનો ઉપયોગ કર્યો હતો. એ જમાનામાં કાળા રંગના મુકાબલે લાલ રંગ ખૂબ સસ્તા દરો પર મળે છે. આથી, ફાયર બ્રિગેડ માટે માત્ર લાલ રંગનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે, આ અંગે લોકોમાં ક્યારેય કોઈ સહમતિ ન હોતી.
 
તેણે રિપોર્ટમાં કહ્યું છે કે જો પીળા રંગમાં થોડો લાઇમ કલરનો ઉપયોગ કરવામાં આવે તો તે રાત્રે સરળતાથી દેખાય છે. આ જ કારણ છે કે લંડનમાં ફાયર બ્રિગેડના વાહનોનો રંગ પીળો છે. ફાયર બ્રિગેડનો રંગ લાલ રાખવામાં આવ્યો છે કારણ કે તે રસ્તા પર સરળતાથી દેખાઈ શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર