સુરત: 24 કલાકમાં 2 આગની ઘટના, ફાયરબ્રિગેડના બે જવાનો ઘાયલ

સોમવાર, 1 માર્ચ 2021 (16:35 IST)
છેલ્લા 24 કલાકમાં સુરતમાં બે આગ લાગવાના બનાવો બન્યા છે. જેમાં સુરતના સગરામપુરા વિસ્તારમાં આગની ઘટના ઘટી છે. તો બીજી તરફ ગઇકાલે રાત્રે પાંડેસરમાં એક કારખાનામાં આગ લાગી હતી. જ્યારે આજે સુઅરતના સગરામપુરા વિસ્તારમાં આવેલા એક અપાર્ટમેન્ટમાં આગ (Fire) ફાટી નીકળી હતી. આગના કારણે નાસભાગ મચી જવા પામી હતી. 
 
પ્રાથમિક માહિતી મુજબ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે. આગના કારણે લોકોએ દોડાદોડ કરી મૂકી હતી. અપાર્ટમેન્ટમાં વસવાટ કરતાં લોકો જીવ બચાવવા માટે ચોથા માળેથી બીજા એપાર્ટમેન્ટમાં પોતાની જાતે જ રેસ્ક્યૂ કર્યું હતું. ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધોછે. ઘરનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો.
 
તો આ તરફ સુરત શહેરના પાંડેસરમાં કાપડની એક મીલમાં આગ લાગવાની ઘટનામાં બે ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘાયલ થયા છે. એક અધિકારીએ સોમવારે આ જાણકારી આપી હતી. ફાયરબ્રિગેડના રાજૂ ગાયકવાડે જણાવ્યું હતું કે સુરતના પંડેસરા ઔદ્યોગિક વિસ્તારમાં પ્રેરણા મીલમાં ત્રીજા માળે આવેલા એક કારખાનામાં આગ લાગી હતી. 
 
તેમણે જણાવ્યું કે આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની લગભગ 15 ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. અધિકારી જણાવ્યું હતું ફેક્ટરીની અંદર 12થી વધુ કર્મચારી હાજર હતા જેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા કારખાનામાં બ્લાસ્ટ થતાં બે કર્મચારીઓ ઘાયલ થયા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર