દરિયાપુરમાં મકાન ઢળી પડતાં એક જ પરિવારના 3 લોકો દટાયા, ફાયરબ્રિગેડની પહોંચી ઘટનાસ્થળે

મંગળવાર, 29 જૂન 2021 (13:31 IST)
રાજ્યમાં વરસાદની શરૂઆત થતાં જ અકસ્માતોની વણઝાર શરૂ થઇ ગઇ છે. ચોમાસું બેસતાં શહેરોમાં જર્જરિત અને જૂના મકાનો ધરાશાયી થવાની ઘટના અવાર નવાર બનતી હોય છે. ત્યારે આજે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી લખોટાની પોળની બહાર મકાનનો ભાગ ધરાશાયી થતં એક જ પરિવારના ત્રણ સભ્યો દટાયા હતા. આ ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને તમામને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર આ મકાનમાં 3 ભાઇઓ સ્ટીમ પ્રેસનો ધંધો કરે છે. આ મકાન ખૂબ જ જૂનુ છે. આ મકાની બહારનો ભાગ જર્જરિત થઇ ગયો છે. 3 ભાઇઓમાંથી એક એક ભાઈ ત્યાં જ રહેતો હતો, બાકીના બે ભાઈનો પરિવાર અન્ય જગ્યાએ રહેતા હતો. જો રાતે તમામ પરિવારના સભ્યો હાજર હોત અને મકાનનો ભાગ પડ્યો હોત તો વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોત. જોકે સદનસીબે તેઓ બચી ગયા હતા.
આ દુર્ઘટનામાં ઇરફાનભાઈ, રેશ્માબેન અને પીરભાઈ ત્રણેયને ઇજા થતાં હાલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયાં છે. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા મકાનની બહાર ભયજનક મકાન હોવાની જાહેર નોટિસ લગાવીને ગયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર