આ દિવસે ખરીદી ભૂમિ પૂજન લેવડ દેવડ કરવી શુભ માનવામાં આવે છે. આ 28 નક્ષત્રોમાં 8મુ નક્ષત્ર છે અને 12 રાશિયોમાં એકમાત્ર કર્ક રાશિનો સ્વામી ચંદ્રમાં છે. પુષ્ય નક્ષત્રના બધા ચરણો દરમિયાન ચંદ્રમા અન્ય કોઈ રાશિનો સ્વામી નથી. તેથી પુષ્ય નક્ષત્રને સુખ શાંતિ અને ધન સંપત્તિ માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્ર બધા નક્ષત્રોનો રાજા છે.
પુષ્ય નક્ષત્ર વિશે શાસ્ત્રોમાં એક શ્લોક છે - આ મંત્રનો જાપ જરૂર કરવું
સિધ્યંતિ અસ્મિન સર્વાણિ કાર્યાણિ સિધ્ય
પુષ્યંતિ અસ્મિન સર્વાણિ કાર્યાણિ ઈતિ પુષ્ય
અર્થાત પુષ્ય નક્ષત્રમાં શરૂ કરવામાં આવેલ બધા કાર્ય પુષ્ટિદાયક સર્વથા સિદ્ધ થાય જ છે. ચોક્કસ જ ફળદાયક હોય છે. તેથી આખુ વર્ષ પુરો ફાયદો થાય છે.