સ્ટેચ્યૂ ઑફ યૂનિટી આસપાસ પ્રવાસન માટે છ ગામ ખાલી કરાવવા સામેની અરજી હોઇકોર્ટે ફગાવી

શનિવાર, 2 મે 2020 (15:39 IST)
સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ પ્રવાસન પ્રોજેક્ટના વિકાસ માટે છ ગામડાઓને ખાલી કરાવવાના નિર્ણય સામે થયેલી જાહેરહિતની અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાઈકોર્ટનું અવલોકન છે કે આ અરજી ટકવા પાત્ર ન હતી. આ વિસ્તારમાં રાજ્ય સરકારે જમીન અધિગ્રહણ ની પ્રક્રિયા શરૂ કરી હતી. જેની સામે ગત વર્ષે હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો.આ વિવાદના ઉકેલ માટે રાજ્ય સરકારે 312 ગામ લોકોને વળતર આપતા પેકેજનો પ્રસ્તાવ મૂક્યો હતો.

જો કે અરજદાર અને ગામલોકોએ વધુ વળતરની માંગ કરી હતી. જે વાત રાજ્ય સરકારે સ્વીકારી ન હતી.આ પછી રાજ્ય સરકારે ગામલોકોને બીજો પ્રસ્તાવ આપ્યો હતો કે જો ગામલોકો અન્ય સ્થળે સ્થળાંતર કરવા માટે તૈયાર થશે, તો તેમના ગામને તમામ સુવિધા સાથે મોડેલ ગામ બનાવી આપીશું.આ વિવાદના ઉકેલ માટે હાઇકોર્ટે એક સમિતિ બનાવવાનો પ્રસ્તાવ બંને પક્ષકારો સમક્ષ મુક્યો હતો.જો કે રાજ્ય સરકાર આ વાત સાથે સહમત ન હતી. રાજ્ય સરકારની રજૂઆત હતી કે દાયકાઓ પહેલાં આ જમીન અધિગ્રહણ કરવામાં આવેલી છે. ગામલોકોએ લાંબા ગાળા બાદ તેમનો દાવો કરેલો છે, જે સ્વીકારી શકાય નહીં.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર