પાવાગઢની કાયાપલટ, હવે માત્ર 40 સેકંડમાં જ પહોંચી જશો પાવાગઢ મંદિર સુધી

સોમવાર, 16 મે 2022 (08:24 IST)
52 શક્તિપીઠમાંથી એક પાવાગઢ મહાકાળી માતાજીનાં દર્શન માટે રોજ હજારો શ્રદ્ધાળુઓ આવે છે. માતાજીના
ભક્તો માટે એક સારા સમાચાર છે. પાવાગઢ ડુંગર પર એક લિફ્ટનું નિર્માણ થઈ રહ્યું છે, જે તમને 40 સેકન્ડમાં માતાજીના દ્વાર પર પહોંચાડશે. સરકારે પર્વત ખોદીને લિફ્ટ બનાવવાનું આયોજન કર્યું છે
 
પાવાગઢમાં ડુંગર ખોદી 210 ફૂટ ઉંચી લિફટ બનાવાશે, માત્ર 40 સેકન્ડમાં માતાજીના દ્વાર પર પહોંચાશે
પાવાગઢ મહાકાળી માતાજી મંદિરે દર્શન માટે રોજ હજારો શ્રધ્ધાળુઓ આવે છે. ત્યારે ભક્તો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. પાવાગઢ ડુંગર પર એક લિફટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. માત્ર 40 સેકન્ડમાં માતાજીના દ્વાર પર પહોંચી શકાશે. પર્વત ખોદી લિફટ બનાવવાનું સરકારે નક્કી કર્યું છે.મહાકાળી મંદિર ગબ્બરને અડીને આવેલ પર્વતને ખોદી 210 ફુટ ઉંચી એટલે કે 3 માળ સુધી જઇ શકાય તેવી લિફટ બનાવવાનાં આયોજનનો પ્રારંભ થઇ ગયો છે. પાવાગઢમાં ગબ્બર ડુંગર પર મુશ્કેલીભર્યા ચઢાણને કારણે ભક્તો દર્શન કરી શકતા ન હતા જેના કારણે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્ય સરકારની મંજુરી બાદ એક લિફટ બનાવવામાં આવશે.ખોદકામ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા સોંપવા માટેની પ્રક્રિયા શરુ કરી દેવાય છે. લિફટ તૈયાર થઇ ગયા બાદ માત્ર 40 સેક્ધડમાં જ માતાના મંદિર સુધી પહોંચી શકાશે.

એક લિફટમાં મહત્તમ 12 વ્યક્તિ ઉપર જઇ શકશે. લિફટ રાખવાનો મુખ્ય ઉદેશ જરુરિયાતમંદ લોકો જેવા કે મહિલા, બાળકો અને વૃધ્ધોના ઉપયોગ માટેનો છે. જેનો ચાર્જ પણ લઘુતમ અથવા નજીવો રાખવામાં આવશે.પાવાગઢમાં પ્રથમ 350 પગથિયા સુધી રોપવે સુવિધા ઉપલબ્ધ છે. જેને કારણે યાત્રિકોમાં 7.5 મીનીટમાં 350 પગથિયાનું અંતર કાપીને દુધિયા તળાવ સુધી પહોંચે છે. અને ત્યારબાદ 350 પગથિયા ચડીને જવું પડતું હતું પણ હવે પાવાગઢ ડેવલપમેન્ટ ફેઝ-3ની શરુઆત કરી દેવામાં આવી છે. જેનાથી બાકીના 350 પગથિયા પણ રોપવેથી પાર કરી શકાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર