ગુજરાતના ત્રીજા શહેરમાં પડ્યો એલિયનનો ગોળો, વડોદરામાં પણ આકાશમાંથી પડ્યો ગોળો

રવિવાર, 15 મે 2022 (16:07 IST)
પોઈચા ગામે ખેતરમાં ગોળો પડ્યો-  વડોદરામાં પણ અવકાશમાંથી ગોળા પડવાની ઘટના સામે આવી છે. .અવકાશમાંથી અજાણી ભારેખમ ગોળા જેવી વસ્તુઓ પડી છે.  વડોદરાના પોઈચા ગામે ખેતરમાં આકાશમાથી પડેલો પદાર્થ મળી આવ્યો છે. આ ઘટનાએ આસપાસના વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. આ વસ્તુઓ જોવા લોકટોળા પણ ઉમટી પડ્યા હતા. જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી. પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી આ અવકાશી વસ્તુ અંગે તપાસ હાથ ધરી છે.
 
ત્રણ દિવસ પહેલા પણ ખેડા, આણંદ બાદ હવે વડોદરામાં આકાશમાંથી ગોળા વરસ્યા હતા.  આણંદ જિલ્લાના ઉમરેઠ તેમજ ભાલેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અવકાશમાંથી ભારેખમ ગોળા જેવી વસ્તુ પડી છે. જિલ્લાના જીતપુરા, દાગજીપૂર અને ખાનકુવા ગામે અવકાશમાંથી ભારેખણ ગોળા જેવી વસ્તુ પડી છે. પોલીસના જણાવ્યા મુજબ અવકાશમાંથી પૃથ્વી ઉપર પડેલા આ પદાર્થ સેટેલાઈટમાંથી છૂટા પડેલા કોઈ ઉપકરણ હોવાનું પ્રતિત થઈ રહ્યુ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર