જામનગર: ઓનર કિલિંગમાં ડબલ મર્ડર - જામનગરમાં પ્રેમલગ્ન કરનાર યુવકની હત્યા, તો બદલામાં યુવકના ...

રવિવાર, 15 મે 2022 (17:00 IST)
જામનગરમાં ઓનર કિલિંગમાં ડબલ મર્ડરની ઘટના એટલે કે બે હત્યાઓ થઇ હોવાના ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે. 
 
જામનગરમાં બનેલી આ ડબલ મર્ડર ઘટના હાપામાં મૃતક સોમરાજે કરેલ પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ આવ્યો છે. આ ઘટનામાં મૃતક સોમરાજ અને તેની પત્નીના પરિવારજનોએ સામ સામે હત્યા કરી છે. યુવતીના પરિવારજનોએ સોમરાજની હત્યા કરી છે, તો સોમરાજના પરિવારે સોમરાજની સાસુ એટલે કે યુવતીની માતાની હત્યા કરી છે. બનાવને પગલે એસપી પ્રેમસુખ ડેલુ સહિતનો  કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો.
 
એક તરફી પ્રેમમાં પાગલ યુવકના ત્રાંસથી 17 વર્ષીય યુવતીએ કરી આત્મહત્યા
કહેવત છે કે પેહેલો સગો પાડોશી પરંતુ ખેડાના કાપડવંજમાં પાડોશી યુવક જ 17 વર્ષની યુવતીના મોતનું કારણ બન્યો છે. ખેડાના કપડવંજમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવક અને તેના પરિવારના ત્રાંસ અને લગ્નની ધમકીથી 17 વર્ષીય યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. 
 
કપડવંજની 17 વર્ષીય યુવતીએ ગત 7 મેના રોજ સવારે 10:15 કલાકના અરસામાં તેના ઘરે પંખે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો.જે તે સમયે બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસે અકસ્માતે અવસાન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
 
પરંતુ હવે 7 દિવસ બાદ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. જેમાં દીકરીની માતાએ પડોશીઓના ત્રાસથી દીકરીએ આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે. ઘટના અંગે પાડોશમાં રહેતા ભરત મકવાણા, તેની પત્ની જયશ્રી મકવાણા  દિકરો આકાશ અને હિમાશું વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર