નાણાં મંત્રીએ કરી જાહેરાત કરી - સરકાર 15 હજાર કરતા ઓછો પગાર ઘરાવતા લોકોની ઇપીએફ આપશે, ટેક હોમ સેલેરીમાં વધારો કરવા માટે ભર્યુ પગલું

બુધવાર, 13 મે 2020 (18:43 IST)
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને બુધવારે 20 લાખ કરોડના રાહત પેકેજનુ પોટલુ ખોલ્યું. તેમણે આત્મનિર્ભર ભારતનો રોડમેપ બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ એલાન કર્યા. તેમણે કહ્યું કે ઇપીએફ માટે આપવામાં આવતી સહાય આગામી ત્રણ મહિના માટે વધારવામાં આવી રહી છે, જે માર્ચ, એપ્રિલ અને મે સુધી આપવામાં આવી હતી. મંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં પણ 15000 કરતા ઓછા પગાર ઘરાવતા લોકોનો  ઇપીએફ (એટલે ​​કે પગારના 24 ટકા)સરકાર જમા કરશે.  તેનાથી કંપની અને કર્મચારી બંનેને ફાયદો થશે.   સરકારના આ પગલાથી 72 લાખ કર્મચારીઓને ફાયદો થશે. નાણાકીય મંત્રીએ કહ્યુ કે ઈપીએફમાં 2500 કરોડનુ રોકાણ થશે. 
 
સરકારે કર્મચારીઓની ટેક હોમ સેલેરી વધારવા માટે આ મોટું પગલું ભર્યું છે. જે કર્મચારીઓની  24% ઇપીએફ ફાળો સરકાર નથી ભરી રહી  એટલે કે
જેનો પગાર 15 હજારથી વધુ છે તેવા કિસ્સામાં, એમ્પ્લોયર અને કર્મચારી બંને માટે પીએફમાં ફાળો આપવાની ટકાવારી 12 થી ઘટીને 10 ટકા કરવામાં આવી છે. તેનાથી એમ્પ્લોયરોને 6,750 કરોડ રૂપિયાની વધારાની રોકડ મળી રહેશે. 
 
ધ્યાનમાં રહે કે આ જોગવાઈ કેન્દ્રીય કર્મચારી અને સાર્વજનિક સાહસો (પીએસયૂ) ના મામલે નહી રહે.  તેમના પીએફ એકાઉંટમાં પહેલાની જેમ પહેલાની જેમ જ 24% જશે અને એમ્પોલોયર અને કર્મચારીના 12 ટકા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર