પ્રાચીન સમયમાં વસંત પંચમીના દિવએ જ બાળકોના શિક્ષણની શરૂઆત કરવામાં આવતી હતી. આજે પણ આ પરંપરા છે. મા સરસ્વતી જ્ઞાન-વિજ્ઞાન, કલા, સંગીત અને શિલ્પની દેવી છે. આ દિવસે મા સરસ્વતીની આરાધના જરૂર કરો.
મહિના પૂરા કરી ચુકેલ બાળકોને અન્નનો પહેલો કોળિયો પણ આ દિવસે ખવડાવવામાં આવે છે.
- વિદ્યાર્થી આ દિવસે પોતાના પુસ્તકો પર પીળુ કવર લગાવીને તેના પર કંકુથી સ્વસ્તિક અંકિત કરે.
- પૂજા કરતી વખતે મા સરસ્વતીની મૂર્તિ સાથે શ્રી ગણેશની મૂર્તિ જરૂર મુકી દો. પુસ્તકો, કલમ, વાદ્ય યંત્ર વગેરેને મા સરસ્વતીના સમક્ષ મુકો.