Karwa Chauth 2025 Kyare Che : કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના રોજ કરવા ચોથ નો તહેવાર ઉજવાય છે. આ દિવસે પરણેલી સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુ અને સુખમય જીવન માટે વ્રત કરે છે અને વિધિપૂર્વક પૂજા કરે છે. માન્યતા છે કે આ વ્રત નારીના અખંડ સૌભાગ્યનુ પ્રતિક છે અને વૈવાહિક જીવનમાં પ્રેમ, સામંજસ્ય અને શાંતિ કાયમ રાખવામાં સહાયક હોય છે.
કરવા ચોથ 2025 ની સાચી તિથિ (Karwa Chauth 2025 date)
હિન્દુ પંચાગ મુજબ કરવા ચોથનુ વ્રત કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના રોજ કરવામા આવે છે. વર્ષ 2025 માં આ તિથિ 9 ઓક્ટોબરની રાત્રે 10:54 વાગે શરૂ થઈને 10 ઓક્ટોબર સાંજે 7:38 વાગ્યા સુધી રહેશે.
કરવા ચોથના વ્રતની શરૂઆત સૂર્યોદય પહેલાં સરગી ખાવાથી થાય છે. તે સાસુ દ્વારા તેની પુત્રવધૂ માટે તૈયાર કરવામાં આવે છે. તેમાં ફળો, બદામ, મીઠાઈઓ અને પરાઠાનો સમાવેશ થાય છે, જે દિવસભર પાણી વગરનો ઉપવાસ રાખવાની શક્તિ આપે છે. સરગી પછી, દિવસભર પાણી વગરનો ઉપવાસ રાખવામાં આવે છે, અને રાત્રે, ચંદ્રોદય પછી, સ્ત્રીઓ કરવા (માટીના વાસણ) દ્વારા ચંદ્રને અર્ધ્ય આપીને પતિના હાથથી ઉપવાસ તોડે છે.