Surat News - યુવકના પેટની સર્જરી કરી ડોક્ટરોએ 9 સે.મી લાંબો સ્ટીલનો ગ્લાસ કાઢ્યો

બુધવાર, 5 ફેબ્રુઆરી 2020 (10:41 IST)
ઓલપાડના દેલાડ રહેવાસી એક યુવકને પેટમાં દુ:ખાવાની ફરિયાદ પછી સૂરતના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યા ડોક્ટરોએ યુવકની સર્જરી કરી તેના પેટમાંથી 9 સેંટીમીટર લાંબો સ્ટીલનો ગ્લાસ કાઢ્યો. યુવકે મળ માર્ગ દ્વારા ગ્લાસ અંદર નાખ્યો હતો. જે ત્રણ દિવસ સુધી તેના પેટમાં ફસાયેલો રહ્યો 
 
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ સૂરતની ઓલપાડ તહસીલના દેલાડ ગામમાં 29 વર્ષીય ભીમ જગન્નાથ સાહુ નામનો યુવક રહે છે.  બિહારના મૂળ નિવાસી ભીમ કપડાના કારખાનામાં નોકરી કરે છે અને ત્યા જ રહે છે. ગત 31 જાન્યુઆરીની રાત્રે ભીમના પેટમાં અચાનક દુ:ખાવો થતા તેના ભાઈ અને મિત્ર સૂરતની હોસ્પિટલમાં લઈ ગયા. જ્યા ડોક્ટરોએ સિટી સ્કેન કરાવ્યુ. રિપોર્ટમાં યુવકના પેટમાં સ્ટીલનો ગ્લાસ  જોઈ ડોક્ટર ચોંકી પડ્યા. 
 
વિશ્વાસ ન થતા યુવકનો એક્સરે પણ કરાવ્યો અને તેમા ગ્લાસ હોવાની ચોખવટ થઈ.  જ્યારબાદ ડોક્ટરોએ યુવકનુ ઓપરેશન કર્યુ અને 9 સેંટીમીટર લાંબો, 7 સેંટીમીટર પહોળો અને 4.5 સેન્ટીમીટરનો પેંદો ધરાવતા સ્ટીલનો ગ્લાસ કાઢ્યો. ઓપરેશન કરી કાઢવામાં આવેલ ગ્લાસનો થોડો ભાગ તૂટેલો જોવા મળ્યો. ચિકિત્સકોનુ માનવુ છે કે ગ્લાસ યુવકના મળ માર્ગ દ્વારા અંદર નાખવામાં આવ્યો છે.  યુવકને ગુદા માર્ગ પાસે ઈજાના નિશાન પણ દેખાયા છે. આ અંગે ડોક્ટર તલ્હા મોટાલાએ જણાવ્યું કે, આ દર્દીના ગુદામાર્ગ પર પણ ઈજાના નિશાન જોવા મળી રહ્યા છે એટલે આ ગ્લાસ ગુદામાર્ગેથી પ્રવેશ કરી સરકીને પેટ સુધી પહોંચ્ય ..
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર