નીરજ ચોપડાએ એક જાહેરાતમાં ભજવ્યા પાંચ પાત્ર, ફેંસ નવાઈ પામ્યા અને બોલ્યા - હવે એક્ટર્સનુ કેરિયર સંકટમાં

મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (20:19 IST)
ટોક્યો ઓલંપિકમાં જેવલિન થ્રોમાં સુવર્ણ પદક જીતીને દેશનુ માન વધારનારા નીરજ ચોપડા હાલ ચર્ચામાં છે. આ વખતે તેઓ રમત નહી પણ તેમના અભિનયને લઈને ચર્ચામાં છે. એક જાહેરાતમાં તેમણે પાંચ જુદા જઉદા પાત્ર ભજવીને કમાલ કરી દીધી. આ પહેલા પણ નીરજે જાહેરાત કરી છે. પણ આ પહેલી જાહેરાત છે, જેમા તેમણે અભિનય કર્યો છે. આ જાહેરાતને નીરજના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. 

 
આ જાહેરાતમાં નીરજ ચોપડા પત્રકાર, ફિલ્મ નિર્દેશક, માર્કેટિગ ગુરૂ, બેંક કલર્ક અને એક યુવાના પાત્રમાં જોવા મળી રહ્યા છે. આ જાહેરાત કોમેડી છે. જેમા નીરજે પોતાના અભિનય દ્વારા સૌને હસવા માટે મજબૂર કર્યા છે. નીરજ ચોપડાએ આ જાહેરાતને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર કરી છે. જેને તેમને 360 ડિગ્રી માર્કેટિંગ બતાવી છે. તેના પર તેમના ફેંસ કમેંટ કરી રહ્યા છે અને જાહેરાત ટ્રેડિંગમાં છે. આ પહેલા કૌન બનેગા કરોડપતિના શાનદાર શુક્રવારના એપિસોડમાં ભાગ લેવા પહોંચેલા નીરજ ચોપડાની ફિટનેસ જોઈને દરેક નવાઈ પામ્યુ હતુ. નીરજ શો દરમિયાન શેટ પર જ પોતાનુ શરીર કમાનની જેમ પાછળ વાળી લીધુ. નીરજના શરીરની  આ સુગમતા જોઈને શોના હોસ્ટ અમિતાભ બચ્ચન પણ સ્તબ્ધ થઈ ગયા હતા. 
 
 
નીરજ ચોપરાના એક પ્રશંસકે વીડિયો વિશે લખ્યું છે કે જાહેરાતમાં પ્રોફેશનલ અભિનેતા કરતાં વધુ સારી એક્ટિંગ તો નીરજ ચોપડા પોતે કરી લે છે. 
 
બીજી બાજુ, સોશિયલ મીડિયા પર એક યુઝરે જાહેરાત અંગે અભિનેતાઓની તસવીર શેર કરતા લખ્યું કે અભિનેતાઓનું કરિયર મુશ્કેલીમાં છે.
 
નીરજ ચોપરાની પ્રસિદ્ધિ વધતી જઈ રહી છે. 23 વર્ષના નીરજના ચાહકોની સંખ્યા પણ સતત વધી રહી છે. તે હવે સોશિયલ મીડિયાના નવા રોકસ્ટાર છે.
 
એક રિસર્ચ કન્સલ્ટન્સી ફર્મ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર, 2020 ની ઓલિમ્પિક દરમિયાન નીરજ ઇન્સ્ટાગ્રામ પર વિશ્વભરમાં સૌથી વધુ મેશન મેળવનારા ખેલાડી બની ગયા છે. નીરજના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના ફોલોઅર્સની સંખ્યા 44 લાખ સુધી પહોંચી ગઈ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર