હરિયાણા સરકાર (Haryana Government)એ એથલેટિક્સમાં ભારતને પ્રથમ ઓલિંપિક (Olympics) સુવર્ણ પદક (Gold Medal) જીતવા પર નીરજ ચોપડા (Neeraj Chopra) એ નકદ પુરસ્કાર આપવાની જાહેરાત કરી, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે ઓલિમ્પિકમાં પુરૂષોની ભાલા ફેંકમાં પદક જીતનારા નીરજ ચોપડાએ 6 કરોડ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી. હરિયાણા સરકારે નીરજ ચોપડાને છ કરોડ રોકડા પુરસ્કાર ઉપરાંત પ્રથમ શ્રેણી અધિકારીની સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત હરિયાણામાં ક્યાય પણ 50 ટકા કન્સેશન પર પ્લોટ આપવાનુ પણ એલાન કર્યુ છે. એટલુ જ નહી નીરજ ચોપરાને પંકકુલામાં બનનારા એથલીટ સેંટરના હેડ પણ બનાવવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું - ટોક્યોમાં શુ ઇતિહાસ રચાયો છે! નીરજ ચોપરાએ આજે જે પ્રાપ્ત કર્યું છે તે હંમેશા યાદ રહેશે. યુવાન નીરજે અસાધારણ રૂપે સારું પ્રદર્શન કર્યું છે. તે નોંધપાત્ર ઝૂનુન સાથે રમ્યો અને અદ્વિતીય ધીરજ બતાવી. તેને ગોલ્ડ જીતવા બદલ અભિનંદન.