રાજસ્થાન (Rajasthan News)ના ચૌમૂંમાં એક ચેતાવનારી ઘટના બની છે. ચૌમૂ વિસ્તારના ઉદયપુરિયા ગામમાં એક યુવકના કાનમાં ઈયરફોન (Earphone burst) મા અચાનક ધમાકો થયો અને ફાટી ગયો. તેનાથી યુવકના બંને કાન જખ્મી થયા. ઉતાવળમાં ઘાયલ અવસ્થામાં તેને સિદ્ધિ વિનાયક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. અહી સારવાર દરમિયાન યુવકનુ મોત થઈ ગયુ.
કાર્ડિક અરેસ્ટથી થયુ મોત
યુવકનુ મોત શક્યત: કાર્ડિક અરેસ્ટ થવાને કારણે થયુ છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ યુવકે પોતાના ઘરે ઈયરફોન લગાવીને લેપટોપ પર કામ કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનલ લાઈટ ગઈ અને જેવી લાઈટ પરત આવી. આ દરમિયાન યુવકના કાનમાં લગાવેલ ઈયરફોન તેજ ધમાકા સાથે ફાટી ગયો. જ્યા ઉતાવળમાં તેના પરિવારના લોકો તેને હોસ્પિટલ લઈ ગયા પણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનુ મોત થયુ.