રાંધણ છઠ પર બનાવો સાતમ માટે ની થાળી

મંગળવાર, 12 ઑગસ્ટ 2025 (11:44 IST)
રાંધણ છઠ પર બનાવો સાતમ માટે ની થાળી

શીતળા  સાતમ સ્પેશલ રેસીપી - આ રીતે બનાવો કંકોડા નું શાક
 
સામગ્રી
250  ગ્રામ કંકોડા
1/2 નાની ચમચી રાઈ 
1/2 નાની ચમચી અજમો 
1 ચપટી હિંગ
1 ચમચી લાલ મરચાં પાઉડર 
3/4 ચમચી ધાણા પાઉડર 
1/4 ચમચી હળદર
1 નંગ લીંબુ
 
રીત
- સર્વપ્રથમ કંકોડા ધોઈને સમારીલો. 
- પછી એક પેનમા તેલ મૂકી તેમાં રાઇ, અજમો અને હિંગ તડકવા દો. 
- પછી તેમાં કંકોડા નાખી દેવા. 
- ત્યારબાદ તેમાં હળદર મરચું મીઠું ધાણાજીરું નાખવું. 
- હલાવી સહેજ પાણી નાખી ઉપર પાણી મૂકી ચઢવા દેવું. 
- ચઢી જાય એટલે તેમાં લીંબુ ખાંડ નાખી દેવા.
 
રાંધણ છઠ સ્પેશલ રેસીપી - બાજરાના વડા
સામગ્રી :
1. બાજરા નો લોટ1 1/2 કપ
2. લાલ મરચું1 નાની ચમચી
3. હળદર1/2 નાની ચમચી
4. ધાણાજીરું1 નાની ચમચી
5. તલ1 ચમચી
6. તેલ2 કપ તળવા માટે
7. કોથમીર1 કપ ઝીણી સમારેલી.
8. દહીં1 મોટી ચમચી
9. મીઠું2 નાની ચમચી
10. પાણી1/2 કપ લોટ બાંધવા માટે
 
બનાવવાની રીત:
- સૌપ્રથમ એક વાડકામાં બાજરા નો લોટ લો.
- તેમાં મરચું, હળદર,દહીં, તલ, કોથમીર કે લીલા ધાણા અને સ્વાદાનુસાર મીઠું ભેળવો.
- આ મિશ્રણ માં ધીમે ધીમે પાણી મેળવતા જાઈ ને લોટ બાંધો.
- બાજરા ના લોટના નાના પૂરી જેટલા ગોળાકાર લુવા પાડી લો. હવે આ ગોળાકાર લુવા ને બંને હથેળી માં જરાક દબાવી ને લંબગોળાકાર પેટીસ જેવો આકાર આપો.
- હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મુકો.તેલ બરાબર ગરમ થયું છે કે નહિ તે ચકાસી લો.
- તેલ ગરમ થઇ ગયું હોય તો તેમાં બાજરાના વડા તળવા. વડાને તળીને પ્લેટમાં કાઢી લો. 
- તમારા સ્વાદિષ્ટ બાજરાના વડા તૈયાર છે. 
- તેને ટામેટા સોસ, લીલી ચટણી કે ગરમા ગરમ ચા સાથે સર્વ કરવું. 
 
ગુજરાતી પાત્રા 
પાત્રા એક ગુજરાતી નાશ્તો છે જેને ખાતા જ તમે વધારે ખાવાની ઈચ્છા જાહેર કરશો.  આ બહુ વધારે પૌષ્ટિક હોય છે.
 
કેટલા લોકો- 4 માણસ માટે 
તૈયારીમાં સમય- 10 મિનિટ 
રાંધવામાં સમય- 25 મિનિટ 
 
સામગ્રી- 
10 નંગ અળવીના પાન
પેસ્ટ માટે - 
3 કપ ચણાનો લોટ
1  ચમચી આદુમરચાની પેસ્ટ
1  ચમચી હળદર
1 ચમચી લાલ મરચું
1/2 ચમચી હિંગ
સ્વાદ અનુસાર મીઠું
3/4 ગોળ 
1 લીંબુ
2  ચમચી તેલ 
વઘાર માટે - 3 ચમચા તેલ , રાઇ ,તલ ,લીમડો , લીલા મરચાના ટુકડા , થોડી કોથમરી ,હિંગ
ગાર્નિશ માટે- છીણેલું નારિયલ  , કોથમીર 
 
વિધિ- સૌથી પહેલા એક વાડકામાં પેસ્ટ માટે
તેમાં  આદુ મરચાની પેસ્ટ ,ગોળ  ,હળદર ,લાલમરચું ,હિંગ ,સ્વાદ અનુસાર મીઠું, ૨ ચમચી તેલ ,૧ લીંબુ નો રસ નાંખી ને થોડું પાણી નાંખી ને  ખીરું  તૈયાર કરો .પછી એને સાઈડમાં મૂકી દો. 
પછી અમે અળવીના પાનને સારી રીતે ધોઈને લૂંછી લો. 
પાનના ઠૂંઠાને કાપી દો. 
હવે પાનની અંદરની તરફ તૈયાર પેસ્ટ લગાવો પાન પર ફેલાવો. 
આ રીતે એક બીજું પાન રાખો પછી એના પર પેસ્ટ લગાડો. 
પછી આ રીતે ત્રીજા પાન રાખો અને પેસ્ટ લગાડો. 
પછી આ રીતે ત્રણે પાન પર પેસ્ટ લગાડી બીજી તરફથી સારી રીતે રોલ કરો. આ રીતે પાતરાનો રોલ તૈયાર છે 
અને વરાળમાં 20-25 મિનિટ સુધી બાફો. 
પછી તાપને બંદ કરી કાઢી લો. હવે આ ઠંડા થયા પછી એને 1/4 ઈંચના ટુકડામાં કાપી  લો. 
હવે કઢાહીમાં તેલ ગરમ કરી એમાં રાઈ નાખો પછી તલ અને હીંગ નાખી શેકો. 
હવે એમાં કાપેલા પાતરાના ટુકડા નાખી ધીમા પાર પર શેકો અને ગાર્નિશ કરી તરત જ સર્વ કરો. 

ALSO READ: Randhan Chhath - રાંધણ છઠનું મહત્વ

ALSO READ: રાંધણ છઠ 2025- રાંધણ છઠ શુંં છે ? જાણો મહિમાનુ આ દિવસે શુ કરવુ શુ ન કરવુ તેના વિશે રાંધણ છઠનો ઈતિહાસ

ALSO READ: શીતળા સાતમ સ્પેશલ રેસીપી - આ રીતે બનાવો કંકોડા નું શાક


Edited By- Monica Sahu 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર