ભારતમાં અત્યાર સુધીમાં કોરોના સામે કોવેક્સિન, કોવિશિલ્ડ અને રશિયાની સ્પૂતનિક - વી નો ઉપયોગ થઇ રહ્યો છે. એના ઉપયોગ દ્વારા રસીકરણ ઝુંબેશ પણ ચલાવાઇ રહી છે. આ પરિસ્થિતિમાં જો ભારત સરકાર જોન્સન એન્ડ જોન્સન કંપનીને પરવાનગી આપે છે તો એ ચોથી રસી હશે, જેનો ઉપયોગ કોરોના સામે કરાશે. આ રસીનો એક ડોઝ પૂરતો થઇ પડશે.
જોનસન એન્ડ જોનસને કોરોના વાઈરસના જીનથી લઈને હ્યુમન સેલ સુધી પહોંચાડવા માટે એડિનો વાઇરસનો ઉપયોગ કર્યો છે. એના પછી સેલ કોરોના વાઈરસ પ્રોટીન્સ બનાવે છે. આ પ્રોટીન પાછળથી વાઇરસ સામે લડવામાં ઇમ્યુનિટી સિસ્ટમ વધારે છે. એડિનો વાઇરસ એ વેક્સિનને ઠંડી રાખવાનું કામ છે, પરંતુ એને ફ્રીઝરમાં રાખવાની જરૂર નથી. જોકે હાલમાં બે મુખ્ય વેક્સિન ઉત્પાદકો મોડર્ના અને ફાઇઝર mRNAએ જિનેટિક મટીરિયલ્સ પર નિર્ભર છે. આ કંપનીઓની વેક્સિનને ફ્રિજમાં રાખવી પડે છે, જેનાથી એનું વિતરણ વધુ મુશ્કેલ બનશે. ખાસ કરીને એવાં સ્થળોએ જ્યાં સારી તબીબી સુવિધાઓ નથી.
શું ભારતમાં થઈ છે ટ્રાયલ?
J&J એ પોતની એપ્લિકેશનમાં ફેઝ 3ની ક્લિનિકલ ટ્રાયલના ડેટાનો હવાલો આપ્યો છે. તે પ્રમાણે સિંગલ ડોઝવાળી વેક્સિન બધા ક્ષેત્રમાં થયેલા અભ્યાસમાં ગંભીર બીમારી રોકવામાં 85 ટકા સુધી અસરકારક જણાય છે. ડોઝ લાગ્યાના 28 દિવસ બાદ કોવિડ-19 સાથે જોડાયેલા હોસ્પિટલાઇઝેશન અને મોતથી વેક્સિન બચાવે છે.