Tokyo Olympics: બજરંગ પૂનિયાએ વધાર્યુ દેશનુ માન, ટોક્યોમાં અપાવ્યો છઠ્ઠે મેડલ

શનિવાર, 7 ઑગસ્ટ 2021 (16:42 IST)
જાપાનની રાજધાની ટોક્યોમાં રમાય રહેલ ઓલંપિક રમતમાં બજરંગ પૂનિયાએ ભારતને એક વધુ બ્રોન્જ મેડલ અપાવ્યો છે. ભારતીય પહેલવાને 65 કિગ્રા ફ્રીસ્ટાઈલ વર્ગમાં બ્રોન્જ માટે રમાયેલ મુકાબલામાં કજાખસ્તાનના દૌલેત નિયાજએકોવને એકતરફા મુકાબલામાં હરાવીને ભારતને ટોક્યો ઓલંપિકમાં છઠ્ઠો મેડલ અપાવ્યો. આ પહેલા બજરંગને પોતાની સેમીફાઈનલ મેચમાં ત્રણ વારના વિશ્વ ચેમ્પિયન હાજી અલીએવના હાથે 5-12થી હારનો સામનો કરવો પડ્યો હતો. બજરંગે કુશ્તીમાં ભારતને બીજો મેડલ અપાવ્યો છે. આ પહેલા રવિ દહિયાએ ફાઈનલ સુધી પહોંચતા સિલ્વર મેડલ પોતાને નામ કર્યો હતો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર