ગામ પહોંચ્યા પછી બગડી નીરજ ચોપડાની તબિયત
ઉલ્લેખનીય છે કે નીરજ ચોપડા મેડલ જીતવાના 10 દિવસ પછી મંગળવારે સવારે જ પાનીપત પહોંચ્યા. પછી સમાખાના હલ્દાના બોર્ડર પરથી તેમનો કાફલો ગામ ખંડરા પહોચ્યો. જ્યા વૈન પર સવાર નીરજ ચોપડાએ યાત્રા દરમિયાન જ પત્રકારોના સવાલોના જવાબ આપ્યા. તેમને આજે સવારે કહ્યુ, હુ મારી મહેનત ચાલુ રાખીશ. મને લાગે છે કે આ મેડલ એ બાળકોને ખૂબ પ્રેરિત કરશે, જે મહેનત કરી રહ્યા છે. હુ ઈચ્છુ છુ કે વધુમાં વધુ સ્પોર્ટ્સના સ્ટાર બને. ગામ ખંડારામાં નીરજના સ્વાગતની છેલ્લા અનેક દિવસોથી તૈયારીઓ ચાલી રહી હતી. તેમના પરિવારે દેશી ઘી ના હજારો કિલો લાડુ બનાવડાવ્યા. આ માટે 100થી વધુ મીઠાઈવાળાઓને કામ પર લગાવ્યા. નીરજના પડોશીઓનુ કહેવુ છે કે ગામમા 30 રસોઈયા ગયા ગુરૂવારથી લાડુ સહિત અન્ય સામાન બનાવવાની તૈયારીમાં લાગ્યા હતા. બીજી બાજુ પરિવારની મહિલાઓન કહ્યુ કે, ભાલા ફેંકના રમતમાં ગોલ્ડ મેડલ જીતીને આવેલા પુત્રની રાહ પરિવાર અને ગામના લોકો આતુરતાથી જોઈ રહ્યા હતા. એટલુ જ નહી પાનીપત શહેરમાં પણ તેમના સ્વાગતની ખૂબ તૈયારીઓ કરવામાં આવી. પણ આજે સ્વાગત સમારંભ દરમિયાન નીરજની તબિયત એકવાર ફરી બગડી ગઈ.