ઓલિમ્પિકમાં ભારતને 5 મો મેડલ, ગોલ્ડ ચૂકી ગયા, સિલ્વર જીત્યા રવિ દહિયા, રૂસી પહેલવાનને આપી જોરદાર ટક્કર
રવિ દહિયાએ ભારતને ઓલંપિકમાં કુશ્તીનો સિલ્વર મેડલ અપાવ્યો છે. ગુરુવારે સાંજે ગોલ્ડ મેડલ માટે ચાલી રહેલ મુકાબલામાં તેઓ રૂસના પહેલવાનને માત ન આપી શક્યા. પરંતુ તેઓ ચાંદી લઈને ભારત પરત ફરી રહ્યા છે. રવિ દહિયાને રૂસના પહેલવાન જવૂર ઉગુએવથી 57 કિલો કિલોગ્રામ ભારવર્ગની ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં હારનો સામનો કરવો પડ્યો. મેચની શરૂઆતથી જ, રશિયન કુસ્તીબાજ જવૂર ઉગુએવએ પોતાની બઢત બનાવી લીધી હતઈ, જેને રવિ દહિયા જોરદાર ટક્કર આપ્યા પછી અંત સુધી ખતમ ન કરી શક્યા. રવિએ પહેલા પીરિયડની શરૂઆતમાં 2-2ની બરાબરી કરી હતી, પણ પછી રૂસી પહેલવાને જોરદાર કમબેક કરતા સ્કોર 4-2 કરી નાખ્યો હતો. ત્યારબાદ રૂસી પહેલવાને રવિને કોઈ તક ન આપી. એક સમય પર જવૂર ઉગુએવ 7-2થી આગળ હતા, પણ ત્યારે રવિ દહિયાએ બે પોઈંટ મેળવી લીધા, પણ મુકાબલો જીતી શક્યા નહી.
જો કે ઘાયલ થવાથી બ્રેક પછી તેમણે એ સ્થાન પર કમબેક કર્યુ જ્યાથી છોડ્યુ હતુ. રવિએ બુખારેસ્ટમાં 2018 વર્લ્ડ અંડર 23 રેસલિંગ ચેમ્પિયનશિપમાં 57 કિલો કેટેગરીમાં સિલ્વર પર કબજો કર્યો. 2020 પણ રવિ માટે ખૂબ સારો રહ્યો. કોરોના પહેલા તેમણે માર્ચમાં દિલ્હીમાં યોજાયેલી એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો હતો. હવે ટોક્યો ઓલંપિક ફાઈનલમાં પહોંચીને રવિ ભારતીય કુશ્તીનો નવો 'પોસ્ટર બોય' બની ગયો.