હોકી મેંસ ટીમના ઓલિમ્પિક મેડલને પીએમ મોદીએ બતાવ્યો ઐતિહાસિક, બોલ્યા - યુવાઓ માટે મિસાલ છે આ જીત

ગુરુવાર, 5 ઑગસ્ટ 2021 (10:41 IST)
ભારતીય મેંસ હોકી ટીમે ઈતિહાસ રચ્યો છે. મનપ્રીત સિંહની આગેવાનીવાળી આ ટીમે હોકીમાં ભારતને 41 વર્ષ પછી ઓલિમ્પિક મેડલ અપાવ્યો છે. ભારતીય મેંસ હોકી ટીમના ગોલકીપર શ્રીજેશનુ પણ મોટુ યોગદાન રહ્યુ છે. જે ગોલપોસ્ટની આગળ દિવાલ બનીને ઉભા રહ્યા અને જર્મનીને વઘુ તકનો ફાયદો ન ઉઠાવવા દીધો  ભારત તરફથી હાર્દિક સિંહે બે ગોલ બનાવ્યા. બ્રોન્જ મેડલના મુકાબલામાં ભારતે જર્મનીને 5-3 થી હરાવ્યુ. એક સમયે ભારતીય ટીમ 0-1થી પાછળ રહી હતી. બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય ખેલાડીઓએ જોરદાર પલટવાર કરતા જર્મનીને બૈકફુટ પર ઢકેલી દીધો. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ભારતની આ જીતને ઐતિહાસિક બતાવી છે. 

પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું- 'ઐતિહાસિક! એ એવો દિવસ જે દરેક ભારતીયની યાદમાં રહેશે. મેંસ હોકી ટીમને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન. આ જીત સાથે, તેમણે સમગ્ર દેશની કલ્પનાને સાચુ કરી બતાવ્યુ, ખાસ કરીને યુવાઓની.  ભારતને પોતાની  હોકી ટીમ પર ગર્વ છે'.
 
ભારતીય પુરુષ હોકી ટીમે જે રીતે આ મેચ રમી છે, તેના દ્વારા યુવાઓ માટે એક મિસલા કાયમ કરી છે.  ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે આ પાંચમો મેડલ છે. અગાઉ વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ અને મહિલા બોક્સર લવલીનાએ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. કુસ્તીમાં રવિ દહિયાએ ફાઇનલમાં સ્થાન બનાવ્યુ છે અને કમ સે કમ સિલ્વર મેડલ પાક્કુ કર્યું છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર