Tokyo Olympics 2020: નીરજ ચોપડા સોમવારે સાંજે 5 વાગે ઈંડિયા પહોંચશે, ભારતીય હોકી ટીમ પણ સાથે રહેશે.

રવિવાર, 8 ઑગસ્ટ 2021 (11:43 IST)
Tokyo Olympics 2020. ટોક્યો ઓલંપિકમાં નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીતીને રચ્યો છે. એથલેટિક્સમાં ભારત માટે પહેલો મેડલ જીતનારા નીરજ ચોપડા સોમવારે સાંજે 5 વાગે ઈંડિયા પરત ફરશે. બ્રોન્જ મેડલ જીતનારી ભારતીય હોકી ટીમ પણ સોમવારે સાંજે 5 વાગ્યે જ ઈંડિયા પરત ફરશે. એયરપોર્ટ પર નીરજ ચોપડા અને ભારતીય હોકી ટીમનુ ભવ્ય સ્વાગત જોવા મળી શકે છે. 
 
શનિવારે નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. નીરજ ચોપરા પહેલા કોઈ પણ ભારતીય એથ્લેટિક્સમાં મેડલ જીત્યો ન હતો. એટલું જ નહીં, ટીમ ઈવેન્ટ ઉપરાંત નીરજ ચોપરા ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર ભારતનો બીજો ખેલાડી છે.
 
ભારતીય હોકી ટીમે ઓલિમ્પિક રમતોમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય પુરુષ હોકીને હરાવીને ભારતીય મેંસ હોકી ટીમ બ્રોન્જ મેડલ પોતાને નામે કરવામાં સફળ રહી.  1980 પછી આવુ પહેલીવાર બન્યુ છે જ્યારે ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હોય. ઓલિમ્પિકમાં પ્રાપ્ત બ્રોન્ઝ મેડલ દેશમાં ફરી હોકીની લોકપ્રિયતા વધારવામાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.
 
કેન્દ્ર સરકાર તરફથી મળી શકે છે સન્માન 
 
નીરજ ચોપરા અને ભારતીય હોકી ટીમને ટોક્યો ઓલિમ્પિકમાંથી પરત ફર્યા પછી સન્માનિત કરી શકાય છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે 9 ઓગસ્ટના રોજ ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ખેલાડીઓ માટે મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે સન્માન સમારંભનું આયોજન કરવામાં આવશે.
 
કેન્દ્રીય રમત મંત્રી અનુરાગ ઠાકુરે આ પુરસ્કાર સમારંભ વિશે માહિતી આપી હતી. અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે ઓલિમ્પિક રમતોમાં મેડલ વિજેતાઓ આયોજિત થનાર સન્માન સમારંભમાં ભાગ લેશે. આ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા ઓલિમ્પિક મેડલ વિજેતાઓ સાથે જોડાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર