સંકલ્પ સામગ્રી - શ્રાદ્ધ કર્મ શરૂ કરતા પહેલા ધ્યાન રાખો કે હાથમાં જળ સાથે અક્ષત, ચંદન, ફૂલ અને તલ જરૂર લો. આ વસ્તુઓ
સાથે જ સંકલ્પ કરવો જોઈએ. આવુ ન કરવાથી શ્રાદ્ધ કર્મ અધૂરુ માનવામાં આવે છે.
તાજી અને પવિત્ર વસ્તુ - કોઈપણ શ્રાધ્ધ કર્મમાં ચણા, મસૂર, અડદ, સત્તૂ, મૂળા, કાળુ જીરુ , કાકડી, સંચળ, કાળી અડદ, વાસી કે અપવિત્ર ફળ કે અન્નનો ઉપયોગ નથી કરવામાં આવતો.. જેનુ ધ્યાન રાખીને જ જ દાન કે ગરીબ-બ્રાહ્મણને ભોજન કરાવવા માટે વસ્તુઓ પસંદ કરવી જોઈએ.
ભોજ્ય પદાર્થ - શ્રાદ્ધ કર્મ દરમિયાન બ્રાહ્મણ ભોજનમાં પિતરોના પસંદગીનુ ભોજ્ય પદાર્થને ખવડાવવુ સારુ માનવામાં આવે છે. અને સાથે જ દરેક શ્રાદ્ધમાં દૂધ દહી ઘી અને મધનો ઉપયોગ પિતૃદોષથી હંમેશા માટે મુક્ત કરનારા માનવામાં આવે છે. શક્ય હોય તો તેનો ઉપયોગ કરીને ખીર બનાવો અને શ્રાદ્ધ કર્મમાં ઉપયોગ કરતા બ્રાહ્મણોને ભોજન કરાવો.