શુ કંડોમ પહેરવાથી ઉત્તેજના પર અસર પડે છે ?

શુક્રવાર, 23 નવેમ્બર 2018 (11:10 IST)
કંડોમ ઈરેક્શન(ઉત્તેજના) ની સમસ્યાને ઓછી કરી શકે છે ? જો તમને પણ આવુ કશુ અનુભવાય છે તો તમે આવુ અનુભવ કરનારા એકલા નથી.  પુરૂષોમાં કંડોમ સાથે ઈરેક્શન પર અસર થવાની સમસ્યા સામાન્ય સમસ્યાની જેમ જોવામાં આવે છે.  સેક્સુઅલ હેલ્થ પર થયેલા એક સર્વેમાં જોવા મળ્યુ છેકે 37 ટકા પુરૂષોને કંડોમ પહેર્યા પછી સેક્સ દરમિયાન ઈરેક્શનની સમસ્યાનો સામનો કરવો પડે છે. 
 
આવુ કેમ થાય છે.. - શુ સાચે જ કંડોમ સેક્સુઅલ પ્લેઝરને ઓછી કરે છે.  આ આર્ટિકલમાં આજે આ જ સમસ્યા વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરીશુ. 
 
ઈરેક્શન ન થવા પાછળના ઘણા કારણો હોઈ શકે છે. તેમાથી એક કંડોમ પહેરવુ પણ હોઈ શકે છે.  તેની પાછળ કારણ એ છે કે કંડોમ થોડી વાર માટે ઉત્તેજનાને રોકી દે  છે અને તેના કારણે સેંસેશન અને ઈરેક્શનનો પ્રભાવ પર અવરોધ પહોંચે છે.  આ સમસ્યાથી રાહત મેળવવા માટે તમે તમારા પાર્ટનરને પૂછી શકો છો કે તે તમારા કંડોમ પહેરતા સુધી તમને ઉત્તેજીત કરતી રહે જેથી તમે આ દરમિયાન પણ ઉત્તેજના કાયમ રાખો. આ રીત તમને ઉત્તેજના કાયમ રાખવામાં મદદ મળશે. 
શુ તમે યોગ્ય કંડોમ પહેરો છો ? ઈરેક્શન ન થવા પાછળ એક બીજુ કારણ પણ હોઈ શકે છે કે તમે યોગ્ય કંડોમનો ઉપયોગ નથી કરી રહ્યા. માર્કેટમાં અનેક કંડોમની વૈરાયટીઝ રહેલી છે.  આ તમારા પર નિર્ભર કરે છે કે તમે કયુ કંડોમ પહેરો છો જે કે તમારી યોગ્ય સાઈઝનુ હોય.  ટાઈટ ફ્ટિંગના કંડોમને કારણે તમને ઈરેક્શન ન થવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.  
 
લિંગ પર પણ પડશે પ્રભાવ - તમે જોયુ હશે કે લિંગ કંડોમ વગર વજાઈનામાં જઈને દ્રઢતાથી પ્રતિક્રિયા આપે છે. પણ લેટેક્સની એક પરતને કારણે મોટાભાગે પુરૂષોના લિંગમાં ઉત્તેજના ઓછી થઈ જાય છે.  આ સમસ્યાથી બચવા માટે માર્કેટમાં મળતા એકદમ પાતળી પરતવાળા કંડોમ યૂઝમાં લઈ શકાય છે.  જે એટલા પાતળા હોય છે કે તે પહેર્યા પછી દેખાતા પણ નથી. 
આ ઉપરાંત શુ કરી શકાય છે ? સેક્સ દરમિયાન તમારુ પ્લેઝર ન ગુમાવો અને તમે વધુથી વધુ સનસનાહટ અનુભવ કરો એ માટે તમારે કંડોમ પહેરતા પહેલા લુબ્રીકેંટ લગાવવુ જોઈએ. 
 
ચિંતા અને તણાવ - ઈરેક્શન ન થવા પાછળનુ સૌથી મોટુ કારણ ચિંતા અને તનાવ પણ છે. જ્યારે તમે સ્ટ્રેસમાં રહો છો તો તમે લાંબા સમય સુધી ખુદને ઉત્તેજીત અનુભવી શકતા નથી. જેને કારણે પેનિસ ઈરેક્ટ થઈ શકતુ નથી.  જે લોકો ડિપ્રેશનથી બચવા માટે દવાઓની મદદ લે છે તે લોકો આ વાતનો અનુભવ કરી શકે છે. ડિપ્રેશનની દવાઓ સેક્સ ડ્રાઈવને ધીરે ધીરે ખતમ કરી નાખે છે.  જો તમે પણ આનો સામનો કરી રહ્યા છો તો તમારા ડોક્ટરની સલાહ લો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર