શીઘ્રસ્ખલન નૈદાનિક ચિકિત્સામાં રતિ ક્રિયા (સંભોગ, સમાગમ, અન્યોન્ય સંસર્ગ) ના બાબતમાં આ શબ્દ વીર્ય પાત કે વીર્ય સ્ખલનના પ્રયોગ માટે કરવામાં આવે છે. પુરૂષની ઈચ્છા વિરુદ્ધ સ્ત્રી સહવાસ કરતી વખતે તેનુ વીર્ય અચાનક સ્ખલિત થઈ જાય જેને પુરૂષ ઈચ્છા હોવા છતા રોકી નથી શકતો. સ્ત્રી પુરૂષના સમાગમની શરૂઆતમાં જ વીર્ય સ્ખલિત થઈ જવુ કે નીકળી જવુ તેને શીધ્રપતન કે શીધ્ર સ્ખલન થયુ કહેવાય છે. શરૂઆતમાં જ વીર્યસ્ખલનથી સ્ત્રીને સંતુષ્ટિ અને તૃપ્તિદાયકની અવસ્થા પ્રાપ્ત થતી નથી. આ અવસ્થાને વીર્ય સ્ખલન કહે છે. (Premature Ejaculation) આ બીમારીનો સંબંધ સ્ત્રી સાથે નથી હોતો. પુરૂષ સાથે જ હોય છે અને આ વ્યાધિ ફક્ત પુરૂષને જ હોય છે. શીધ્રપતનની સૌથી ખરાબ સ્થિતિ એ હોય છે કે સંભોગ ક્રિયા શરૂ થતા જ કે તેના પહેલા જ વીર્યપાત થઈ જાય છે. સમય પહેલા વીર્ય સ્ખલિત થઈ જવુ એ શીધ્રપતન છે. આ સમય કોઈ નિશ્ચિત સમય નથી પણ જ્યારે શરૂઆતની સાથે જ અંત થવા લાગે કે પછી સ્ત્રી-પુરૂષ ચરમ પર ન હોય અને સ્ખલન થઈ જાય તો આ શીધ્રસ્ખલન છે. આવામાં સંતુષ્ટિ, ગ્લાની, હીન ભાવના, નકારાત્મક વિચારો આવવા અને પોતાની પત્ની સાથેના સંબંધોમાં તણાવ આવવો શક્ય છે. સ્ત્રી પુરૂશ બંનેની આ અવસ્થા ખરાબ હોય છે અને આ વેદના કોઈને કહી નથી શકાતી. આ સમય એવો છે કે રહી પણ નથી શકાતુ અને સહી પણ નથી શકાતુ
સંભોગની આ સમય અવધિ કેટલી હોવી જોઈએ અને કેટલી વાર સુધી વીર્ય પાત ન થવુ જોઈએ તેનો કોઈ નિશ્ચિત માપદંડ નથી. આ દરેક વ્યક્તિની માનસિક અને શારિરીક સ્થિતિ પર નિર્ભર કરે છે. સંભોગ શરૂ થવાના એક મિનિટની અંદર જ જો કોઈ પુરૂષનુ વીર્ય સ્ખલન થઈ જાય તો તે શીધ્રપતન કહેવાશે. રતિ ક્રિયા કેટલી વાર સુધી હોવી જોઈએ, આ વાત દરેક વ્યક્તિના શારીરિક અને માનસિક ક્ષમતા પર આધારિત છે.
કારણ - ભય, ડર, ચિંતા, ચોરી છુપી સંભોગ જેવો કે હસ્ત મૈથુનની સાથે શારિરીક અને માનસિક પરેશાનીયો પણ કારણોમાં જોવાય છે.
ચિકિત્સા - આ સમય પરસ્પર વાતચીત તમને સ્થાઈત્વ આપી શકે છે. આ સમય નોર્મલ રહો. એકવાર મૈથુન દ્વારા જે ઉર્જા ખર્ચાય છે તેની ભરપાઈ લગભગ 500 કિલો કેલોરી. દૂધ, જ્યુસ કે પૌષ્ટિ આહાર જરૂર લો. સહવાસ દરમિયાન લાંબી લાંબી શ્વાસ લો જેનાથી તમને વધુ ઉર્જા મળશે.