કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને થયેલા નુકસાનનું સર્વે શરૂ...ફક્ત ઉભા પાકનું નુકસાન ગણતરીમાં લેતા ખેડૂતોમાં રોષ...

શુક્રવાર, 21 મે 2021 (13:22 IST)
સુરતના ઓલપાડ તાલુકામાં ડાંગરના પાકને થયેલા નુકસાનની સરવેની કામગીરી શરૂ કરવામાં આવી છે.ગ્રામ સેવક દ્વારા ખેતરના માલિકને સાથે રાખીને સર્વે કરવામાં આવી રહ્યો છે. ખેડૂતો માટે રાહતની વાત એ છે કે રાજ્ય સરકાર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ સાથે સાથે સર્વેમાં જે પ્રમાણ ના નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. તેને લઈને ખેડૂતોની મુશ્કેલી વધી છે. સરવે કરવા આવનાર ગ્રામસેવક ખેતરોમાં ડાંગરના જે ઊભેલો પાક હતો.તેને જે નુકસાન થયો છે તેની જ માહિતી એકત્રિત કરી રહ્યા છે.
 
ખેડૂત ની હાજરીમાં ગ્રામસેવક કે જે સર્વે શરૂ કર્યા છે તેને લઈને ખેડૂતોમાં ગણગણાટ ઉભો થયો છે. ખેડૂતોના કહેવા મુજબ માત્ર ઊભા પાકને નુકસાન થયું છે. તે ગણતરીમાં લેવા ની સાથે સાથે જે પાક ડાંગર કાપીને તૈયાર કરવામાં આવ્યો હતો તે પણ ખેતરમાં ખુલ્લો જ પડ્યો હતો. તે ડાંગરને કોથળામાં ભરીને પેક કરવાનું માત્ર બાકી હતું પરંતુ તે પણ કમોસમી વરસાદના કારણે પડી ગયું છે.તેથી તે પણ નુકસાનીમાં જ સર્વેમાં લેવું જોઈએ પરંતુ એ રીતે સર્વેમાં તેને ગણતરી સમાવવામાં આવ્યો નથી. ડાંગર નું સૌથી વધુ નુકસાન તો એ જ થયું છે કે તૈયાર ડાંગર જે હતું તે પાણીમાં પલળી ગયું છે ઊભો પાક તો માત્ર 10 થી 20 ટકા જેટલો જ ખેતરમાં હાલ જોવા મળશે.
 
સુરત ખેડૂત સમાજના માજી પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું કે સર્વેની કામગીરી માં જે પીલાણ કરેલા ડાંગર છે તેને નોંધવામાં નથી આવી રહ્યું જેને કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. તેની સાથે સાથે સાત બાર માં એક જ ખાતું હોય તેને સરકાર તરફથી મળતી આર્થિક સહાય મળે છે પછી તેમાં ગમે તેટલા વિઘા જમીન હોય. લેબર કોર્ટ પણ આ વખતે ખૂબ વધી છે કોરોના સંક્રમણના કારણે લેબરો પૂરતા પ્રમાણમાં મળતાં નથી તેથી વધુ ખર્ચ કરીને પણ ડાંગરનો પાક ધિરાણ માટે લેવો પડે છે.
 
ઓલપાડ તાલુકાના કમરોલી ગામના ખેડૂત મહેન્દ્ર પટેલે જણાવ્યું કે વાવાઝોડા બાદ થયેલા વરસાદને કારણે મારુ આખો ડાંગર પાણીમાં પલળી ગયું છે.1 વિઘામાં 27 હજાર જેટલું નુકશાન થયું છે. મને કુલ રૂપિયા ૩ લાખ કરતા વધારાનું નુકસાન થયું છે. જેની સામે સરકાર કેટલી સહાય આપશે તે એક મોટો પ્રશ્ન છે. આવી સ્થિતિને કારણે જ ખેડૂતો સતત દેવાદાર બની રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર